November 19, 2024

ગુજરાતમાં પ્રદૂષિત પાણી પી રહ્યા છે ઃ સર્વે

Share to

(ડી.એન.એસ), ગાંધીનગર, તા.૩

ગુજરાતમાં ૧૨.૧૮ કરોડ પરિવારો શહેરો અને ગામડાઓમાં વસ્યાં છે જે પૈકી શુદ્ધ કરેલા સ્ત્રોતમાંથી નિકળતું અને લોકોના ઘરના નળમાં મળતું પાણી ખૂબ ઓછું છે. માત્ર ૪૮.૫૩ લાખ લોકોને આવું પાણી આપવામાં આવે છે. જે પાણી શુદ્ધ કર્યું નથી છતાં નળમાં મળે છે તેવા પરિવારોની સંખ્યા ૩૫.૫૪ લાખ થવા જાય છે. ઢાંકેલા કુવા દ્વારા ત્રણ લાખ પરિવારો પાણી મેળવે છે. ખુલ્લા કુવાઓ દ્વારા ૫.૮૫ લાખ પરિવારો પાણી ભરે છે. ડંકી મારફતે ૧૪.૧૫ લાખ પરિવારોને પાણી મળે છે. બીજી તરફ પાતાળકુવા કે બોરવેલ મારફતે ૧૧.૭૦ લાખ પરિવારોને પાણી મળે છે. વહેતા ઝરણાંનું પાણી ૧૧૪૦૦ પરિવારોને મળે છે. વહેતી નદી અને કેનાલનું પાણી પીનારા પરિવારોની સંખ્યા ૪૨ હજાર છે. ટાંકા, સરોવર અને તળાવનું પાણી ૨૭ હજાર પરિવારો પીવે છે. પાણીના અન્ય સ્ત્રોતમાં ૨.૪૩ લાખ પરિવારો આવે છે. વહેતા ઝરણાંનું પાણી મોટેભાગે ગ્રામ્ય વિસ્તારમાં જાેવા મળે છે. ૯૮૦૦ પરિવારો તે પાણી પીવે છે જ્યારે શહેરોમાં વસતા ૧૬૦૦ પરિવારોને વહેતા ઝરણાંનું પાણી નસીબ છે. આ ઝરણાં સામાન્ય રીતે મધ્ય, ઉત્તર અને દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં આવેલા છે. આ પાણીને ફિલ્ટર કરવાની જરૂર હોતી નથી કારણ કે તેમાં તમામ પ્રકારના કુદરતી મિનરલ્સ ઉમેરાયેલા હોય છે.ગુજરાતમાં સૌથી મોટી સમસ્યા પીવા માટેના શુદ્ધ પાણીની છે. તાજેતરના સર્વેમાં રાજ્યના પાટનગર ગાંધીનગરનો ક્રમ ૧૪મો આવ્યો છે તે જાેતાં ગુજરાતના અન્ય શહેરોના પાણીની ગુણવત્તા તળીયે બેસી છે તેનો ખ્યાલ આવી શકે છે. આખા દેશમાં મુંબઇ એક એવું શહેર છે કે જ્યાં પીવાના પાણી માટે આરઓ નાંખવાની જરૂરિયાત નથી. આ શહેરના લોકો અતિ શુદ્ધ પાણી પીવે છે. ગુજરાતમાં સૌથી ઉત્તમ કહી શકાય તેવું વહેતા ઝરણાંનું પાણી મળે છે પરંતુ તે માત્ર ૧૨૦૦૦ જેટલા પરિવારોના નસીબમાં છે. ગુજરાતનો સૌથી મોટો ૬૦ ટકા હિસ્સો બોરવેલના પાણીનો છે જે મોટાભાગના પરિવારોને મળે છે. બોરવેલના પાણીને કારણે શહેરો અને ગામડાઓમાં આરઓ પ્લાન્ટ ફીટ કરાવવા પડે છે પરંતુ તબીબ જગત આરઓના પાણીનો વિરોધ કરે છે, કારણ કે તે યુવાનીમાં વૃદ્ધત્વ લાવી દે તેવું પાણી હોય છે, કેમ કે તેમાં કોઇપણ જાતના મિનરલ હોતા નથી. જે મિનરલ હોય છે તે આરઓ મશીનમાંથી બહાર નિકળી જાય છે. આરઓ કંપનીઓનો એક મોટો ધંધો ગુજરાતમાં ફુલ્યોફાલ્યો છે.


Share to

You may have missed