ડી.એન.એસ), કડોદ ,તા.૩
બારડોલી તાલુકાના કડોદ ખાતે રહેતા દિવ્યેશ શાંતિલાલ પ્રજાપતિ (૨૬) જેઓ જાેળવા મિલમાં નોકરી કરી પરિવારનું ભરણ પોષણ કરે છે. મંગળવારની વહેલી સવારે નાઈટ શિફ્ટ કરી પરત ઘરે ફરી રહ્યો હતો. ત્યારે બારડોલી તાલુકાના પણદા ગામની સીમમાં આગળ ચાલતાં શેરડી ભરેલા બળદગાડા સાથે પોતાની મોટરસાઈકલ (ય્ત્ન-૧૯છદ્ભ-૬૬૯૨) અથડાવી દીધુ હતું. સર્જાયેલા ગંભીર અકસ્માત બાદ ગ્રામજનો ઘટના સ્થળે પહોંચી ગયા હતાં. ત્યારબાદ ૧૦૮ને ફોન કરતાં ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ કરતાં દિવ્યેશનું મોત નીપજ્યું હતું. સેવાભાવી યુવાનો અને કિશોરભાઈ પાનવાલાએ યુવાનનો મૃતદેહ પોતાની ગાડીમાં બારડોલી રેફરલ પર પહોંચાડ્યો હતો. ઘટના અંગે પોલીસે કાર્યવાહી કરી તપાસ હાથ ધરી છે. અકસ્માતમાં મરણ જનાર દિવ્યેશ પરિવારનો આધાર સ્થંભ હતો. દિવ્યેશના પરિવારમાં પિતાનું થોડા વર્ષો અગાઉ અવસાન થયું હતું. દિવ્યેશનું અકાળે મોત નીપજતા પરિવાર પર આભ તૂટીપડ્યું હોય તેવી પરિસ્થિતિ સર્જાય છે. હવે પરિવારમાં માતા અને બહેન એકલા પડી ગયા છે.બારડોલી તાલુકાના કડોદ ખાતે રહેતો યુવાન નાઈટ શિફ્ટ કરી પરત ઘરે ફરી રહ્યો હતો ત્યારે પણદા ગામની સીમમાં આગળ ચાલતાં બળદ ગાડામાં પોતાની મોટરસાઈકલ અથડાવી દેતા અકસ્માત સર્જાયો હતો. ઘટના બાદ ગ્રામજનો એકત્ર થઈ જતાં ૧૦૮ને ફોન કરી બોલાવતાં ટીમે યુવકને મરણ જાહેર કર્યો હતો.
More Stories
જૂનાગઢ માં રૂ. ૫,૦૦૦/- ની કિંમતના સામાનનો થેલો ખોવાતા નેત્રમ શાખા પોલીસ દ્રારા ગણતરીની ક્લાકોમાં શોધને અરજદારને પરત કર્યો
જુનાગઢ ગંડાગર રોડ મહાનગર પાલીકા હસ્તકના ડો.બાબા સાહેબ આંબેડકર કોમ્યુનીટી હોલમા ચોરી કરનારા આરોપીને જુનાગઢ પોલીસે પકડી પડ્યા
બોડેલીમાં ગણેશજીની સ્થાપના માટે જતા ડી.જે સાથે ગયેલા કિશોરને કરંટ લાગતા મોત,