બાબા રામદેવને યુઝરે કહ્યું પેટ્રોલ વિશે કંઈ બોલો

Share to

(ડી.એન.એસ),નવી દિલ્હી  ,તા.૩

પંતજલિ યોગ પીઠના સંસ્થાપક બાબા રામદેવે ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાની માંગ રવિવારે  ફરી દોહરાવી હતી. તિરુમાલા તિરુપતિ દેવસ્થાન દ્રારા આયોજિત બે દિવસીય ગૌ મહાસંમેલના સમાપન સમારોહને સંબોધિત કરતી વખતે બાબા રામદેવે કહ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને  ગૃહ મંત્રી અમિત શાહે ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવાનો કાયદો  લાવવો જાેઇએ. રામદેવે કહ્યું કે પતંજલિ પીઠ હમેંશા ગૌ-સંરક્ષણ અભિયાનમાં સૌથી અગ્રેસર રહ્યું છે. એક અન્ય યૂઝર નેહાએ બાબા રામદેવ પર નિશાન સાધીને કહ્યું હતું કે તમે એમ પણ કહ્યું હતું કે કાળું ધન પાછું લાવીશું અને પેટ્રોલના ભાવ ઘટાડીશું. મોહમંદ અકબર નામાના યૂઝરે લખ્યું કે જાહેર કરી દો સાહેબ, કોઇ સમસ્યા નથી, પરંતુ તમે પેટ્રોલ વાળું ટવીટ  ડીલીટ કરી નાંખ્યું. કોંગ્રેસ સરકાર વખતે બાબા રામદેવે કહ્યું હતું કે જાે બ્લેકમની પાછું આવી જશે તો પેટ્રોલ લીટર દીઠ ૩૦ રૂપિયે મળતું થશે. અત્યારે પેટ્રોલના ભાવ ૧૦૦ રૂપિયાને પાર કરી ગયા છે ત્યારે લોકો રામદેવને પોતાનું નિવેદન યાદ કરાવી રહ્યા છે. એ પછી રામદેવે પોતાના નિવદન સામે યૂ- ટર્ન મારીને આર્થિક પડકારોના નામ પર સરકારનો બચાવ કરવાનો શરૂ કર્યો હતો. થોડા દિવસ પહેલાં બાબા રામદેવે પેટ્રોલ અને બ્લેકમની વાળુ ટવીટ ડિલીટ કરી દીધું હતું.યોગ ગુરુ બાબા સ્વામી રામદેવે માગ કરી છે કે ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવામાં આવે.આને માટે કાયદો લાવવાની પણ તેમણે ઁસ્ મોદીને અપીલ કરી હતી.રામદેવની માગ પર સોશિયલ મીડિયા યૂર્ઝસ તેમને પેટ્રોલના વધતા ભાવ પર સવાલ પુછી રહ્યા છે. બાબા રામદેવની ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવાની માંગને પગલે યૂર્ઝસે તેમની સામે પેટ્રોલ અને બ્લેકમનીની વાત પર નિશાન સાધી રહ્યા છે. એક યૂઝર રવિકાંતે કહ્યું વ્યંગમાં કહ્યું કે આ એક મોટો મુદ્દો અને મોટા સમાચાર છે, મહેરબાની કરીને બાબા રામદેવની માંગ પર પુરુ ધ્યાન આપવામાં આવે. બાબામાં ઇંધણના ભાવ ઘટાડો સામે કહેવાની હિંમત નથી, પરંતુ ગાયને રાષ્ટ્રીય પ્રાણીના રૂપમાં ઇચ્છે છે. યોગ ગુરુ બાબા રામદેવ પોતાના પેટ્રોલ અને બ્લેકમની વિશેના નિવેદનનોને કારણે વારંવાર ચર્ચામાં રહેતા હોય છે. જેવું રામદેવ કોઇ અન્ય મુદ્દાઓ પર નિવેદન જાહેર કરે એટલે યૂઝર્સ તેમને તેમના જ નિવેદનો યાદ અપાવે છે. આવી જ રીતે ગાય પરના નિવેદન સામે પણ જાેવા મળી રહ્યું છે.


Share to