પ્રતિનિધિ /- સતીશ વસાવા ઝગડીયા DNSNEWS
ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝઘડિયા પોલીસ સ્ટેશનના રાયોટીંગના ગુનામાં વોન્ટેડ બે આરોપીઓને ગોવાલી ખાતેથી ઝડપી લીધા હતા. ઉચ્ચ અધિકારીઓ તરફથી જિલ્લામાં વોન્ટેડ અને નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા જિલ્લાના પોલીસ વિભાગને સુચનાઓ આપવામાં આવેલ, તેના અનુસંધાને ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ એમ.પી.વાળાના માર્ગદર્શન હેઠળ આજરોજ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પીએસઆઇ એમ.એમ.રાઠોડ ટીમ સાથે ઝઘડિયા પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે ઝઘડિયા પોલીસ મથકમાં નંધાયેલ ગુના હેઠળ નાસતા ફરતા આરોપીઓ
મિતેશભાઇ જગદીશભાઇ ઠાકોર તથા દિપક ઉર્ફે દિપો મનહરભાઇ ઠાકોર બન્ને રહે. ગામ ગોવાલી તા.ઝઘડિયા જિ.ભરૂચના પોતાના ઘરે હાજર છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે મળેલ બાતમી મુજબના સ્થળે જઇને ઝઘડિયા પોલીસ મથકના રાયોટીંગના ગુનામાં વોન્ટેડ આરોપીઓ મિતેશભાઇ જગદીશભાઇ ઠાકોર તથા દિપક ઉર્ફે દિપો મનહરભાઇ ઠાકોર બન્ને રહે. ગામ ગોવાલીનાને તેઓના ઘરેથી પકડી લઇને આગળની કાર્યવાહી માટે ઝઘડિયા પોલીસને સોંપ્યા હતા.
More Stories
* કેલ્વીકુવા-બેડોલી રોડ ઉપર યુવાનનો મૃતદેહ મળી આવતા ચકચાર * યુવાને આત્મહત્યા કરી કે હત્યા તે રહસ્ય અકબંધ * ડીવાયએસપી સહીતના અધિકારીઓ ઘટનાસ્થળ ઉપર દોડી આવ્યા
જૂનાગઢ પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત રૂ.૧.૭૦,૪૭૫/- ની કિંમતના કુલ ૧૧ ખોવાયેલ મોબાઇલ ફોન શોધીને ડી,વાય એસ,પી હિતેશ ધાંધલીયાના હસ્તે મુળ માલીકને પરત આપ્યા
* નેત્રંગ પો.સ્ટેશનમાં શાંતિસિમિતિની બેઠક યોજાય