ઝઘડિયા તાલુકાના સારસા પાસે શેરડીની ટ્રકે ઇકો ગાડીને ટક્કર મારતા ઇકોએ એકટિવા સાથે અથડાઇપ્રતિનિધિ / સતીશ વસાવા,ઝગડીયા દૂરદર્શી ન્યૂઝટ્રક ચાલક તેનું વાહન સ્થળ ઉપર મુકીને નાશી ગયોભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડીથી ઉમલ્લા તરફ જવાના ધોરીમાર્ગ પર સારસા ગામના બસ સ્ટેન્ડથી થોડે દુર એક વિચિત્ર અકસ્માતમાં ત્રણ વાહનો અથડાવાની ઘટના બનવા પામી હતી. રાજપારડી પોલીસમાંથી મળતી વિગતો મુજબ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના લિંડાટેકરા ગામે રહેતો કિરણભાઇ વિષ્ણુભાઇ ભીલ નામનો ૨૩ વર્ષીય યુવક અંકલેશ્વર જીઆઇડીસીમાં મજુરીકામ કરે છે. ગતરોજ તા.૧૨ મીના રોજ કિરણ અંકલેશ્વરથી પોતાની એકટીવા મોટરસાયકલ લઇને વતનમાં જવા નીકળ્યો હતો. તેની સાથે તેના ગામના કલ્પેશભાઇ કમલેશભાઇ ભીલ તેમજ તેમની ૧ વર્ષની છોકરી અયાંશી અને અન્ય સંબંધી સુનિલભાઇ મહેશભાઇ ભીલ પણ એકટીવા પર બેસીને વતનમાં જવા નીકળ્યા હતા. આ લોકો રાજપારડીથી આગળ ઉમલ્લા તરફના રોડ પર સારસા ગામ નજીકથી પસાર થઇ રહ્યા હતા ત્યારે તે દરમિયાન એકટીવાની પાછળ એક ઇકો ગાડી ચાલતી હતી, અને ઇકોની પાછળ આવતી એક શેરડીની ટ્રકે ઇકો ફોર વ્હિલ ગાડીને પાછળથી ટક્કર મારી હતી. ત્યારબાદ ઇકો ગાડી એકટીવાની પાછળ અથડાતા સર્જાયેલા અકસ્માતમાં એકટીવા સવાર તમામ ઇસમો એક વર્ષીય બાળકી સહિત રોડ પર પડી ગયા હતા,અને તેઓ ટ્રકની સાથે દસ ફુટ સુધી ધસડાયા હતા.ત્યારબાદ ટ્રક ચાલક તેનું વાહન સ્થળ ઉપર મુકીને નાશી ગયો હતો. આ અકસ્માતમાં સુનિલભાઇ એકટીવા નીચે દબાઇ ગયા હતા. અકસ્માતમાં સુનિલભાઇને પીઠના ભાગે તેમજ કમરના ભાગે ઇજા થઇ હતી, તેમજ કિરણને ડાબા પગે ઘુંટણના ભાગે ઇજા થઇ હતી. ઉપરાંત તેમની સાથેના કલ્પેશભાઇને પણ થાપાના ભાગે ઇજા થઇ હતી. તેમજ ઇકો ગાડીના ચાલક યજ્ઞેશકુમાર રાઘવભાઇ હીરપરા રહે.ચીકલોટા મોરીયાણા તા.નેત્રંગનાને પણ કપાળના ભાગે ઇજા થઇ હતી. આ અકસ્માતમાં એકટીવા ટુ વ્હિલર ટ્રકના આગળના ભાગ નીચે આવી ગઇ હતી. સદભાગ્યે આ અકસ્માતમાં કોઇ જાનહાની થઇ નહતી. ઇજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ બોલાવી સારવાર માટે લઇ જવાયા હતા. અકસ્માત સંદર્ભે કિરણભાઇ વિષ્ણુભાઇ ભીલ રહે.લિંડાટેકરા તા.નસવાડીનાએ અકસ્માત બાદ તેનું વાહન સ્થળ ઉપર મુકીને નાશી ગયેલ ટ્રક ચાલક વિરૂધ્ધ રાજપારડી પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છેકે ઝઘડિયા તાલુકામાં મોટાભાગે દરરોજ કોઇનેકોઇ અકસ્માતની ઘટના સર્જાતી જોવા મળે છે. સારસા ગામના બસ સ્ટેન્ડની એક તરફ સારસા ગામ અને બીજી તરફ ગામની નવી વસાહત આવેલી હોઇ ગ્રામજનો અને શાળાના બાળકોએ અવારનવાર રોડ ઓળંગવાની નોબત આવે છે. સારસા બસ સ્ટેન્ડ અને ઉમધરા ત્રણ રસ્તા વચ્ચે ધોરીમાર્ગ પર વધતા જતા અકસ્માતો ચિંતાનું કારણ બન્યા છે. સારસા સહિત રાજપારડી, ઉમલ્લા,સહિત ના ગામના બસ સ્ટેન્ડ નજીક રોડ પર સ્પિડ બ્રેકરો બનાવાય એવી માંગ ગ્રામજનો દ્વારા ઉઠવા પામી છે..
More Stories
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.
જૂનાગઢની વિનય ઈન્ડસ્ટ્રીઝ દ્વારા કર્મચારીઓ અને કામદારો માટે મેડિકલ કેમ્પ યોજાયો સો જેટલા દર્દીઓએ સારવાર લીધો
નેત્રંગ તાલુકામા રેતમાફીયો-ભુમા ફીયોની રોયલ્ટી પાસ વગરની રેતી,માટી,કપચી ભરી જતી પાંચ ટ્રકો મામલતદારે ઝડપી પાડી.