હવે આધારકાર્ડનો દૂરુપયોગ પર લોકોને ૧ કરોડ સુધીનો દંડ કરી શકે યુઆઇડીએઆઇ સત્તા છે

Share to

(ડી.એન.એસ) , નવી દિલ્હી  , તા.૦૪

૨ નવેમ્બરના રોજ યુઆઇડીએઆઇ (દંડકીય કાર્યવાહી) નિયમ, ૨૦૨૧ સંબંધમાં જાહેરનામંુ બહાર પાડયું હતું. આ નિયમો મુજબ યુઆઇડીએઆઇના આદેશોનું પાલન ના થતાં ફરિયાદ થઇ શકશે. યુઆઇડીએઆઇ દ્વારા નિયુક્ત અધિકારી આવા કેસમાં ર્નિણય કરશે અને તેવી સંસ્થાઓને રૂપિયા ૧ કરોડ સુધીનો દંડ કરી શકશે. અધિકારીના ર્નિણય સામે દૂરસંચાર વિવાદ સમાધાન અને અપીલ સત્તાવાળા સમક્ષ અપીલ થઇ શકશે. ૨ નવેમ્બરના રોજ જારી જાહેરનામામાં જણાવ્યા મુજબ દંડકીય ર્નિણય લેનાર અધિકારી ભારત સરકારના સંયુક્ત સચિવ પદથી નીચેના દરજ્જાના નહીં હોય. તેની પાસે ૧૦ વર્ષ કે તેનાથી વધુ સમયનો કાર્ય અનુભવ હશે. આવા અધિકારી કાયદાની અને વહીવટી જાણકારી ધરાવનારા હશે. નિયમો મુજબ યુઆઇડીએઆઇ પોતાના એક અધિકારીને પ્રેઝન્ટિંગ અધિકારી તરીકે નોમિનેટ કરી શકે છે. તેઓ સત્તામંડળ તરફથી કેસને અધિકારી સમક્ષ પેશ કરશે. ર્નિણય લેનાર અધિકારી ર્નિણય લેતા પહેલાં આધાર નિયમોનું ઉલ્લંઘન કરનારી વ્યક્તિ કે સંસ્થાને કારણદર્શક નોટિસ આપશે. અધિકારી તથ્યો અને પરિસ્થિતિથી પરિચિત કોઇપણ વ્યક્તિને પોતાની સમક્ષ હાજર થવા ફરમાવી શકશે.ભારત સરકારે આધાર અધિનિયમોનું પાલન ના કરનારાને દંડિત કરવાનો અધિકાર હવે ભારતીય વિશિષ્ઠ ઓળખ પ્રાધીકરણ (યુઆઇડીએઆઇ)ને આપી દીધો છે. કાયદો પસાર થયાના બે વર્ષ પછી સરકારે આ નિયમો અંગે જાહેરનામુ જારી કરી દીધું છે. તે જાહેરનામામાં જણાવ્યા મુજબ  ેંૈંડ્ઢછૈં અને આધાર નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ વિરુદ્ધ કામગીરી કરવા માટે અધિકારીઓની નિમણૂક કરી શકે છે અને દોષિતો પર રૂપિયા ૧ કરોડ સુધીનો દંડ પણ લાદી શકે છે.


Share to

You may have missed