jigsaw puzzle, game, match

ચોરોએ ચોરી કર્યા બાદ સીસીટીવીનું ડીવીઆર પણ લેતા ગયા રાજકોટની દુકાનમાંથી મોંઘાદાટ ૬૦ મોબાઈલની ચોરી

Share to

  (ડી.એન.એસ), રાજકોટ ,તા.૩

મોબાઇલ ફોનના શોરૂમની સાથે બાજુમાં આવેલી ટીવીના શોરૂમમાં પણ ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જાેકે આ જગ્યાએથી કોઇ વસ્તુ ચોરી થઇ નથી. જ્યારે ફોનવાલા શોરૂમમાં તસ્કરો ઉપરના ભાગે ર્ઁંઁ તોડી હોલ કરી ચોરી કરી હતી અને સાથે ચોરી કર્યા બાદ તસ્કરો ઝ્રઝ્ર્‌ફ કેમેરાનું ડ્ઢફઇ લઇ ફરાર થઇ ગયા છે. હાલ માલવિયાનગર પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ તપાસી તસ્કરોની શોધખોળ કરવા તપાસ હાથ ધરી છે. આ સાથે ચોરીના બનાવમાં કોઈ જાણભેદુ છે કે કેમ એ અંગે પણ પોલીસે તપાસ હાથ ધરી છે, જેમાં શોરૂમમાં કામ કરતા સ્ટાફ અને ગ્રાહકોની પૂછપરછ કરવામાં આવી રહી છે.  છઝ્રઁ જી.એસ.ગેડમે આ અંગે જણાવ્યું હતું કે, મોબાઇલના શો રૂમની અંદર ચોરી થઇ છે તેમાં હાલ તો જાણભેદુ હોવાની શંકા છે. શોરૂમમાં કામ કરતા અને ખરીદી કરવા આવેલા લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. તસ્કરો સીસીટીવીનું ડીવાઆર પણ તોડીને લઇ ગયા છે. ટીવીના શો રૂમમાંથી ટીવીની ચોરી થઈ હતી તે અમને આગળથી જ મળી આવ્યું છે. દિવાળીના તહેવારોમાં બહારગામ જાવ તો નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવા પોલીસ કમિશનરે સૂચના આપી છે. આથી તે વિસ્તારમાં વધારેમાં વધારે પેટ્રોલિંગ આપી શકીએ.એક તરફ દિવાળીનો તહેવારો ચાલી રહ્યા છે ત્યારે બીજી તરફ તસ્કરો શહેરમાં બેફામ બન્યા છે. રાજકોટના ગોંડલ રોડ પર આવેલા ફોનવાલા નામના મોબાઇલ શો રૂમમાં મોંઘાદાટ ૬૦થી વધુ મોબાઇલની ચોરીની ઘટના સામે આવી છે. જેમાં જાણભેદુએ ચોરીને અંજામ આપ્યો હોવાની શંકાના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. આ ઘટનામાં નવા મોબાઇલ ફોનની ચોરી કરી તસ્કરો સીસીટીવી કેમેરાનું ડ્ઢફઇ લઇ ફરાર થઇ ગયા છે. શહેરમાં દિવાળીના તહેવાર દરમિયાન તસ્કરોનો તરખાટ રોજ બરોજ સામે આવી રહ્યો છે. પોલીસ ખૂબ સતર્ક છે એવો માહોલ ઉભો કરાયો છે જેની સામે ઘરફોડ ચોરીની સાથે આજે રાજકોટના ગોંડલ રોડ પર આવેલા મોબાઇલ ફોનના શોરૂમમાં મોંઘાદાટ મોબાઇલની ચોરીની ઘટના સામે આવી છે. તસ્કરો લાખોની કિંમતના મોંઘાદાટ ૬૦થી વધુ મોબાઈલ ફોનની ચોરી કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે. બનાવની જાણ થતાની સાથે જ એસીપી સહિતના અધિકારીઓ અને માલવિયાનગર પોલીસ સ્ટાફ ઘટનાસ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે.


Share to