November 21, 2024

જૂનાગઢ પોલીસે દિવાળીના સમયમાં વૃદ્ધાશ્રમમાં જીવન વિતાવતા સિનિયર સિટીઝનના ઘરમાં મદદરૂપ દીવો પ્રગટાવ્યો

Share to



_જૂનાગઢ ના દોલતપરા ના સિનિયર સીટીઝન રવજીભાઈ રામજીભાઈ ચુડાસમાનું જીવન મરણ સમાન મૂડી રૂપ કબજો કરેલ મકાન પરત અપાવતી જૂનાગઢ પોલીસ

💫 _*જૂનાગઢ રેન્જના આઈજીપી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા* જૂનાગઢ જિલ્લામાં સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને *”પોલીસ પ્રજાનો મિત્ર છે”* એ સૂત્ર સાર્થક બને તેવા *પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા લોકોને મદદ કરવા તથા સુરક્ષા* આપવા, જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ…_

💫 _જૂનાગઢ શહેરના દોલતપરા વિસ્તારમાં કસ્તુરબા સોસાયટી ખાતે મકાન ધરાવતા સિનિયર સીટીઝન રવજીભાઈ રામજીભાઈ ચુડાસમા કે જેઓની એક દીકરી પોરબંદર ખાતે પરણાવેલ હોઈ અને હવે આગળ પાછળ કોઈ ના હોઈ અને પોતાનું જીવન માવતર વૃદ્ધાશ્રમ વીરપુર ખાતે વિતાવતા હોઈ, તેઓએ આંખની ઓળખાણથી પોતાનું મકાન ભરતભાઇ દેવાભાઈ કુછડીયા મેર અને તેના પત્ની રેખાબેન ભરતભાઇ કુછડીયાને રહેવા આપેલ હતું. આ ભરતભાઇ અને રેખાબેન અવાર નવાર ગુન્હાઓમાં પકડાયેલ હોઈ અને માથાભારે હોઈ, અરજદાર સિનિયર સીટીઝન રવજીભાઈ ચુડાસમાએ મકાન ખાલી કરવાનું કહેતા સિનિયર સીટીઝન રવજીભાઈને ધમકી આપી, મકાન ખાલી નહિ કરવા જણાવતા, સિનિયર સીટીઝન દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અરજી આપેલ હતી……._

💫 _જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. એમ.એમ.વાઢેર, મહેન્દ્રસિંહ ઝણકાર, પીએસઆઇ એ.કે.પરમાર, સ્ટાફના હે.કો. માલદેભાઈ, દિનેશભાઇ, કલ્પેશભાઈ, પંકજભાઈ, મોહસીનભાઈ, વિક્રમસિંહ, સહિતની પોલીસ ટીમ દ્વારા ભરતભાઇ કુછડીયા અને રેખાબેન કુછડીયાને પોલીસની ભાષામાં સમજાવતા અને તાજેતરમાં ભરતભાઇ કુછડીયા ચોરી અને છેતરપિંડીના ગુન્હામાં પકડાયેલ હોઈ, જૂનાગઢ પોલોસ દ્વારા લેન્ડગ્રેબિંગનો ગુન્હો દાખલ કરવાની તૈયારી કરતા, રેખાબેન કુછડીયા દ્વારા સિનિયર સિટીઝનને મકાનનો કબજો સોંપી દેતા, સિનિયર સીટીઝન એકલા રહેતા હોય, પોતાના મકાનનો કબજો મળી જતા, ફરિયાદ કરવાનું ટાળેલ હતું. સિનિયર સીટીઝન દ્વારા પોતાનું મકાન પરત મળતા, જુનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કરેલ હતો અને જો પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવેલ ના હોત તો, પોતાના જીવન મરણ સમાન મૂડી રૂપ મકાન ખોવાનો વારો આવેલ હોત, તેવી ભાવના વ્યક્ત કરી, ભાવ વિભોર થયેલ હતા…_

💫 _જૂનાગઢ જિલ્લાના *પોલીસ અધિક્ષક શ્રી રવી તેજા વાસમ શેટ્ટી* દ્વારા સકારાત્મક અભિગમ દ્વારા પોતાના જીવનમરણ સમાન મૂડી રૂપ મકાન સિનિયર સિટીઝનને પરત અપાવી, દિવાળી સુધારી, દિવાળીના સમયમાં સિનિયર સિટીઝનના ઘરમાં મદદરૂપ દીવો કરી, *સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ* નિભાવી, *પોલીસ પ્રજાની મિત્ર છે,* એ સૂત્ર જૂનાગઢ જિલ્લા પોલીસએ સાર્થક કર્યું હતું…_

મહેશ કથીરિયા
બ્યુરો ચિફ જૂનાગઢ
D n s news


Share to

You may have missed