coffee, drink, caffeine

વડોદરામાં પ્રથમ રૂફટોપ પુલસાઈડ રેસ્ટોરાં શરૂ

Share to

   (ડી.એન.એસ), વડોદરા, તા.૩

વડોદરામાં ૨ કરોડના ખર્ચે બનેલી ગુજરાતની પ્રથમ એરક્રાફ્ટ રેસ્ટોરાં શરૂ થઇ છે. વડોદરાવાસીઓ વિમાન જેવી રેસ્ટોરન્ટમાં બેસીને ખાવાની મજા માણી શકશે. હવે વડોદરા સહિત વિશ્વનાં ૯ શહેરમાં એરક્રાફ્ટ રેસ્ટોરાં બની ચૂકી છે. ઉત્તર ભારતમાં પણ પંજાબના લુધિયાણા, હરિયાણા અને ઉત્તરાખંડમાં આવી એરક્રાફ્ટની રેસ્ટોરાં છે. આ રેસ્ટોટન્ટમાં પ્લેનની જેમ જ એનાઉન્સમેન્ટ કરવામાં આવે છે. ૧૦૨ વ્યક્તિ એકસાથે બેસી ભોજનનો આસ્વાદ માણી શકે એવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે.ર હાઈફ્લાઇ એરક્રાફ્ટ રેસ્ટોરાંના માલિક એમ.ડી.મુખીએ જણાવ્યું હતું કે ખાસ કરીને સામન્ય માણસને એરક્રાફ્ટમાં બેસવાનો મોકો નથી મળ્યો તો કેમ નહીં એરક્રાફ્ટની અંદર રેસ્ટોરાં શરૂ કરીએ. જેથી કરીને બેંગલુરુની નેગ કંપની પાસેથી સ્ક્રેપની હાલતમાં ૧ કરોડ ૪૦ લાખના ખર્ચે એરબસ ૩૨૦ નામનું સ્ક્રેપ એરક્રાફ્ટ ખરીદ કર્યું હતું, પરંતુ કોરોના આવી જતાં લોકડાઉન લાગ્યું અને દોઢ વર્ષ વીતી ગયું. એના એક-એક પાર્ટ્‌સ લાવી અહીં એને રેસ્ટોરેન્ટનો લુક આપવામાં આવ્યો છે, જેથી હાલ આની કિંમત અંદાજે ૨ કરોડ સુધીની છે. આ એરક્રાફ્ટ રેસ્ટોરન્ટમાં ૧૦૨ વ્યક્તિની કેપેસિટી છે.વડોદરા શહેરમાં કોરોનાકાળ દરમિયાન હોટલ ઉદ્યોગને માઠી અસર પડી હતી. ભાડાપટ્ટાથી ચાલતી કેટલીક હોટલો અને રેસ્ટોરાં બંધ પણ થઇ ગઇ છે. જાેકે, છેલ્લા કેટલાક સમયથી કોરોનાના કેસો આવવાના બંધ થઇ જતાં અને સરકાર દ્વારા તબક્કાવાર આપવામાં આવેલી છૂટછાટોમાં હોટલ ઉદ્યોગોને પણ રાહત આપવામાં આવતા શહેરમાં હોટલ ઉદ્યોગ પુનઃ તેજીમાં આવી ગયો છે. કેટલાક હોટલ સંચાલકો દ્વારા નવા કોન્સપ્ટ સાથે રેસ્ટોરાં શરૂ કરતા ચટાકેદાર ખાવાના શોખીનોમાં આકર્ષણ જમાવ્યું છે. વડોદરા શહેરમાંં પ્રથમ રૂફટોપ-પુલસાઇડ રેસ્ટોરાં શરૂ થઇ છે. વડોદરા શહેરના ભીમનાથ બ્રિજ પાસે આવેલી જાણીતી સયાજી હોટેલ દ્વારા હોરાઇઝન, ફાઇન-ડાઇન મલ્ટિક્યુજીન રેસ્ટોરન્ટ શરૂ કરવામાં આવી છે. વડોદરામાં આ પ્રથમ એવી રેસ્ટોરાં છે જે રૂફટોપ-પુલસાઇડ રેસ્ટોરાંના વિચાર સાથે બનાવવામાં આવી છે. જ્યાં ફેમિલી ગેટ-ટુ-ગેધર કરી શકાય છે અને આ રેસ્ટોરાં તમને વિશિષ્ટ વાનગીઓ સાથે સ્કાયલાઇનનો ચટાખેદાર ખાવાના શોખીનોને અહેસાસ કરાવશે. અત્યાર સુધીમાં સયાજી હોટલની વડોદરા ઉપરાંત રાજકોટ, ઈન્દોર, પુણે, કોલ્હાપુર, ભોપાલ, રાયપુર, જામનગરને નાસિકમાં હોટલ-રેસ્ટોરાં છે.  વડોદરા શહેરના રેસ્ટોરન્ટ માલિક મંયકભાઇ પુરોહિતે જણાવ્યું હતું કે, કોરોનાનું જાેર ઘટતા સરકાર દ્વારા તબક્કાવાર છૂટછાટ આપવામાં આવી રહી છે. જેમાં સરકાર દ્વારા અત્યાર સુધી ૫૦ ટકાની મંજૂરી સાથે હોટલ ઉદ્યોગોને પરવાનગી આપવામાં આવી હતી. જેમાં હવે વધારો કરી ૭૫ ટકા લોકોને બેસીને જમવાની મંજૂરી આપવામાં આવી છે. દિવાળીના તહેવારો શરૂ થતાં વડોદરા શહેરની હોટલો, રેસ્ટોરન્ટ ઉદ્યોગમાં તેજીનો માહોલ જાેવા મળી રહ્યો છે. હોટલ અને રેસ્ટોરન્ટ સંચાલકો દ્વારા ગ્રાહકોને પુનઃ પોતાની હોટલ અને રેસ્ટોરન્ટો સુધી લાવવા માટે રૂફટોપ રેસ્ટોરન્ટ, પ્લેનમાં રેસ્ટોરન્ટ જેવા નવા કોન્સેપ્ટો લાવવામાં આવી રહી છે. જે કોન્સેપ્ટ ગ્રાહકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. વડોદરામાં બે હોટલ-ગેસ્ટહાઉસના માલિક નરેન્દ્રસિંહ રાણાએ જણાવ્યું હતું કે, કોરોના કાળમાં મોંઘવારી વધતા મેં રેસ્ટોરાં બંધ કરી દીધી હતી અને બે હોટલ-ગેસ્ટહાઉસ શરૂ કર્યાં છે. હવે પ્રવાસન ઉદ્યોગ ધમધમતા શરૂ થતાં હોટલ ઉદ્યોગને વેગ મળી રહ્યો છે.


Share to

You may have missed