December 8, 2024
smiley, sunglasses, pink glasses

મન્નતની બહાર એક કારમાં ડુબ્લિકેટ શાહરુખ ખાને લોકોનો આભાર માન્યો

Share to

(ડી.એન.એસ), મુંબઈ, તા.૩

આ વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, ‘આ વ્યક્તિએ સમયનો સાચો ફાયદો ઉઠાવ્યો.’ જ્યારે અન્ય એક યુઝરે લખ્યું, ‘૨ સેકન્ડ માટે બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાનનું જીવન જીવી ગયો.’ અન્ય એક યુઝરે લખ્યું કે, શાહરૂખ ખાન જેવું કોઈ નથી. ‘ નોંધનીય છે કે આ વખતે શાહરૂખ ખાનનો જન્મદિવસ એ અર્થમાં પણ ખાસ છે કે તાજેતરમાં જ તેના પુત્ર આર્યન ખાનને ડ્રગ કેસમાં જામીન મળ્યા છે. જેના કારણે તેમની ખુશી બમણી થઈ ગઇબોલિવૂડના કિંગ ખાન શાહરૂખ ખાન ૨ નવેમ્બર ૨૦૨૧ના રોજ ૫૬ વર્ષનો થઈ ગયા છે. તેમના જન્મદિવસ નિમિત્તે રાતથી જ તેમના ઘર મન્નતની બહાર ચાહકોની ભીડ જામી હતી. કિંગ ખાનના ફેન્સ તેમના સુપરસ્ટારનો જન્મદિવસ ખૂબ જ ખાસ રીતે ઉજવે છે. દર વખતની જેમ આ વખતે પણ શાહરૂખ ખાનના ઘરની બહાર ચાહકોની ભીડ જાેવા મળી હતી. આવી સ્થિતિમાં, એક વ્યક્તિ નકલી શાહરૂખ ખાન બની ગયો અને થોડીક સેકન્ડો માટે જીઇદ્ભનું જીવન જીવ્યો! વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જાેઈ શકો છો કે કિંગ ખાનના ઘરની બહાર ચાહકોની ભીડ એકઠી થઈ ગઈ છે અને પોલીસ લોકોને હટાવવાનો પ્રયાસ કરી રહી છે. એટલામાં એક કાર આવે છે અને એક વ્યક્તિ કારના સનરૂફમાંથી બહાર આવે છે અને શાહરૂખ ખાનની જેમ જ તેમના ચાહકોનો આભાર માને છે. આ વીડિયો ર્દૃર્દ્બॅઙ્મએ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. જેની સાથે તેણે કેપ્શન લખ્યું, ‘આ જીઇદ્ભ નથી, પરંતુ તેણે ત્યાં હાજર ભીડનો ફાયદો ઉઠાવીને  જીઇદ્ભ ક્ષણનો આનંદ લીધો! કિંગ ખાનના જન્મદિવસ માટે ચાહકોની ભીડ ૧ તારીખની રાતથી જ મન્નતની બહાર જમા થઇ ગઇ હતીપ! સમાચાર લખાય ત્યાં સુધી આ વીડિયોને ૨ લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે અને લોકો તેના પર ફની કોમેન્ટ કરી રહ્યા છે.


Share to