November 21, 2024
virat kohli, cricketer, player

ભારતીય ટીમ માટે માત્ર જીત નહીં મોટુ માર્જીન પણ જરૂરી છે

Share to

(ડી.એન.એસ), મુંબઈ ,તા.૩

અફઘાનિસ્તાન સામેની મેચમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં થોડો ફેરફાર થઈ શકે છે. સૂર્યકુમાર યાદવ જાે ઈજામાંથી સ્વસ્થ હશે તો તે ટીમમાં વાપસી કરી શકે છે. આ સિવાય અશ્વિનને પ્લેઈંગ ઈલેવનમાં વરુણ ચક્રવર્તીની જગ્યા મળી શકે છે. ફાસ્ટ બોલિંગમાં ફેરફારની શક્યતા ઓછી છે. ફરી એકવાર રોહિત શર્મા અને કેએલ રાહુલ ઓપનિંગની જવાબદારી સંભાળતા જાેવા મળી શકે છે. ભારત સામે અફઘાનિસ્તાનની ટીમમાં ફેરફારની શક્યતા ઓછી છે. અસગર અફઘાનનું સ્થાન કોણ લેશે તે જાેવું રહ્યું.ટી૨૦ વર્લ્‌ડ કપ ૨૦૨૧   માં હવે ટીમ ઈન્ડિયા  માટે બધુ આપવાનો સમય આવી ગયો છે. સવાલ માત્ર જીતનો નથી પણ મોટી જીતનો છે. જીત મોટી હોવી જાેઈએ કારણ કે રન રેટ ફિક્સ હોવો જાેઈએ. મોટી જીતની આ શોધમાં ટીમ ઈન્ડિયાએ પહેલા અફઘાનિસ્તાન   નો સામનો કરવો પડશે. બંને ટીમો વચ્ચેની આ મેચ અબુ ધાબીમાં સાંજે ૭.૩૦ વાગ્યાથી રમાશે. જાે ભારત આ મેચ નહીં જીતે તો અહીં તેની સેમિફાઈનલમાં જવાની તમામ આશાઓ પણ સમાપ્ત થઈ જશે. બીજી તરફ અફઘાનિસ્તાન પણ જીતવા માંગશે કારણ કે તેમની નજરમાં સેમિફાઇનલની ટિકિટ પણ હશે. વર્તમાન ્‌૨૦ વર્લ્‌ડ કપમાં ભારતની આ ત્રીજી મેચ હશે. જ્યારે અફઘાનિસ્તાનની ટીમ તેની ચોથી મેચ રમશે. ભારતે અત્યાર સુધી રમાયેલી બંને મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. પ્રથમ મેચમાં ભારતીય ટીમને પાકિસ્તાને ૧૦ વિકેટે હરાવી હતી, જ્યારે બીજી મેચમાં ન્યૂઝીલેન્ડે ટીમનુ બેન્ડ વગાડ્યું હતું. સતત બે મેચમાં મોટા અંતરથી હાર્યા બાદ ટીમ ઈન્ડિયાનો રન રેટ પણ માઈનસમાં છે. બીજી તરફ અફઘાનિસ્તાને અત્યાર સુધી રમાયેલી તેની ૩ મેચમાંથી ૨માં જીત મેળવી છે જ્યારે ૧માં તેને હારનો સામનો કરવો પડ્યો છે. પાકિસ્તાન સામે હાર મળી હતી તો, તેણે નામિબિયા અને સ્કોટલેન્ડને હરાવ્યા છે. ્‌૨૦ ક્રિકેટમાં સામ-સામે સ્પર્ધાની વાત કરીએ તો, અફઘાનિસ્તાન સામે ૧૦૦ ટકા વિજય સાથે ટીમ ઈન્ડિયાનું પલડું ભારે છે. બંને ટીમો અત્યાર સુધી બે વખત આમને-સામને આવી ચુકી છે અને બંને વખતે ટીમ ઈન્ડિયાના નામે સટ્ટો લાગ્યો છે. પ્રથમ મેચ વર્ષ ૨૦૧૦માં રમાઈ હતી જેમાં ભારતે ૨૩ રને જીત મેળવી હતી. જ્યારે બીજી મેચ વર્ષ ૨૦૧૨માં રમાઈ હતી જે ભારતીય ટીમે ૩૧ બોલ પહેલા ૭ વિકેટે જીતી લીધી હતી. આ બંને મેચ ્‌૨૦ વર્લ્‌ડ કપમાં રમાઈ હતી. ભારત અને અફઘાનિસ્તાન   છેલ્લા ૯ વર્ષથી ્‌૨૦ ક્રિકેટમાં સામસામે આવ્યા નથી.


Share to

You may have missed