હવેથી અફઘાનિસ્તાનમાં વિદેશી ચલણનો ઉપયોગ નહિં કરી શકાય

Share to

 (ડી.એન.એસ), નવી દિલ્હી ,તા.૦૩

તાલિબાનના પ્રવક્તા ઝબીઉલ્લા મુજાહિદના નિવેદનને ટાંકીને જણાવ્યું હતું કે, ‘ઇસ્લામિક અમીરાત (તાલિબાન) તમામ નાગરિકો, દુકાનદારો, વેપારીઓ અને સામાન્ય જનતાને સૂચના આપે છે કે તમામ વ્યવહારો અફઘાનિસ્તાનમાં કરો અને વિદેશી ચલણનો ઉપયોગ કરવાથી સખત રીતે દૂર રહો.” નિવેદનમાં આગળ વાંચવામાં આવ્યું છે કે, “કોઈપણ વ્યક્તિ આ આદેશનું ઉલ્લંઘન કરશે તો તેને કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડશે.”  યુએસ ડોલર અફઘાનિસ્તાનના બજારોમાં વિનિમયનું વ્યાપક માધ્યમ છે. સાથે જ અફઘાનિસ્તાનમાં સરહદી વિસ્તારો વેપાર હેતુઓ માટે પાકિસ્તાન જેવા પાડોશી દેશોના ચલણનો ઉપયોગ કરે છે. પરંતુ તાલિબાનના આ નવા ર્નિણયથી પ્રજા અફઘાનિસ્તાનનો અન્ય દેશ સાથેનો સંપર્ક તુટી ગયો છે. દેશ કોઈ આંતરરાષ્ટ્રીય સમર્થન અને કનેક્ટિવિટી વિના ભયંકર આર્થિક પરિસ્થિતિમાં છે, પરિણામે સામાન્ય લોકો માટે અત્યંત મુશ્કેલ પરિસ્થિતિ છે.પહેલાથી જ પતનની આરે છે તેવા અફઘાનિસ્તાન માટે આ નવી જાહેરાતના કારણે મુશ્કેલીઓ વધી છે. તાલિબાનના એક પછી એક લેવાતા ર્નિણય ન માત્ર અફઘાનિસ્તાનની પ્રજા પણ અફઘાનિસ્તાન દેશ માટે પણ ભારે પડી રહ્યા છે. તાલિબાને હવે વિદેશી ચલણના ઉપયોગ પર પ્રતિબંધ મુક્યો છે ત્યારે તાલિબાનનો આ ર્નિણય અફઘાનિસ્તાનની અર્થવ્યવસ્થામાં વધુ વિક્ષેપ લાવી શકે છે. તાલિબાને અફઘાનિસ્તાન પર કબ્જાે કરતા જ અફઘાનિસ્તાનની પ્રજા પર આફતો વધી રહી છે. તાલિબાન નવા નવા ર્નિણયોની જાહેરાત કરી ન માત્ર પ્રજા પરંતુ સમગ્ર દેશ પર આફતો લાવી રહ્યુ છે. અફઘાનિસ્તાનમાં તાલિબાનના આ ર્નિણયથી અન્ય દેશો સાથે હવે અફઘાનિસ્તાનનો સંપર્ક કપાઇ શકે છે. નોંધનીય છે કે, ૧૫ ઓગસ્ટે કાબુલમાં તાલિબાન દ્વારા કબજાે મેળવ્યા પછી યુએસ, વર્લ્‌ડ બેંક અને ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (ૈંસ્હ્લ) દ્વારા અફઘાનિસ્તાનની ેંજીડ્ઢ ૯.૫ બિલિયનથી વધુની ઍક્સેસને અવરોધિત કરવામાં આવી છે.


Share to

You may have missed