November 21, 2024

ચોટીલામાં દર્શનાર્થીઓ મંદિરમાં ફોટોગ્રાફી- વિડિયોગ્રાફી કરી શકશે

Share to

(ડી.એન.એસ), ચોટીલા ,તા.૦૩

દિવાળીએ ઘણી છુટછાટ છે. દિવાળીથી લાભ પાંચમ સુધીમાં ચામુંડા માતાજીના દર્શને લાખો ભાવિકો આવશે એવું તારણ છે. તેમજ શહેરોમાં ખરીદી માટેની ભીડ જાેતાં અને કોરોના હળવો થતાં લાગી રહ્યું છે કે ભક્તો વધુ માત્રામાં દર્શન માટે આવી શકે છે. તો આ છૂટથી વૃદ્ધ અને માતાજીના દર્શન કરવા ચોટીલા ડુંગર જવામાં અસક્ષમ લોકોને આનંદ મળશે. જણાવી દઈએ કે યાત્રિકોની એવી લાગણી વ્યક્ત થતી હતી કે જ્યારે પરિવારની કોઇ વ્યક્તિ હોસ્પિટલમાં હોય છે. કે પછી ઘરનું કોઈ વડીલ ઉંમરલાયક ઘરે હોય પરંતુ અહીં આવી ના શકે ત્યારે તેમની આસ્થા હોય છે કે મોબાઈલ કે વિડીયો અથવા વિડીયો કોલથી તેઓ દર્શન કરી શકે. ત્યારે મોબાઇલ દ્વારા આ ઈચ્છા પૂરી કરવા અનેક ભાવિકો મોબાઈલ કે કેમેરાથી ફોટો લેવાની અદમ્ય ઇચ્છાઓ વ્યક્ત કરતા હતા. જેને લઈને હવે આ ર્નિણય લેવાયો છે.ચોટીલા ચામુંડા માતાજીનું ધામ છે. અહીં ડુંગર પર બિરાજમાન માતા ચામુંડાના દર્શન માટે દરરોજ હજારોની સંખ્યામાં ભક્તો આવે છે. યાત્રાધામ ડુંગર પર હોવાના કારણે ઘણા વૃદ્ધ અને અ સક્ષમ ભક્તો નીચે થી જ માતાજીના દર્શન કરતા હોય છે. જાે કે ઉપર માતાજીની મૂર્તિના ફોટા પાડવાની વર્ષોથી સખ્ત મનાઇ હતી. પરંતુ હવે ભક્તો માટે ખુશખબર છે. જેઓ માતાજીના ધામે જવા કે ઉપર જઈને દર્શન કરવા અસક્ષમ છે તેઓને પણ હવે સરળતાથી માતા ચામુંડાના દર્શન થશે. જી હા આસો સુદ અગિયારસથી હવે માતાજીની મૂર્તિના ફોટા વિડીયો લઇ શકવાની છૂટ આપવામાં આવ્યાના અહેવાલ સામે આવ્યા છે. ખાનગી સમાચાર સંસ્થાના અહેવાલમાં જણાવ્યું છે કે આ ફોટા અને વિડીયો લેવાની અનુમતિથી માડીના ભક્તોમાં ખુશીની લહેર ફરી વળી છે. ચોટીલા ચામુંડા માતાજીના દર્શને આખું વર્ષ દેશ વિદેશના યાત્રાળુઓ આવે છે. ત્યારે ડુંગર ઉપર બીરાજમાન ચામુંડા માતાજીના ફોટા પાડવાની કે વિડીયો ઉતારવાની વર્ષોથી સખ્ત મનાઇ હતી. ભક્તો માત્ર દર્શન કરીને પાછા વળતા હતા. પરંતુ હવે માતાજીની છબી પણ સાથે લઇ જઈ શકશે. અહેવાલમાં કહેવાયું છે કે ચામુંડા માતાજી ડુંગર મહંત પરિવારના મનસુખગિરિ ગોસાઇએ આ વિશે માહિતી આપી છે. તેમણે જણાવ્યું હતું કે માતાજીના લાખો ભક્તોની લાગણી હતી કે મૂર્તિના ફોટા પાડવાની છૂટ આપવામાં આવે. તેથી હવે ભક્તોની આસ્થા અને શ્રધ્ધાને ધ્યાનમાં રાખીને અગિયારસથી ફોટા તથા વિડીયો લઇ શકવાની છૂટ આપવામાં આવી છે. ત્યારે ગયા વર્ષે કોરોનાના કારણે ભક્તો દર્શન માટે આવી શક્યા ન હતા. તેમાં જ દિવાળીના તહેવારો બધે સાવ ફીકા ગયાં હતાં. આ સમયે ઘણા લોકોએ મોબાઈલ કે ઇન્ટરનેટના માધ્યમથી દર્શન કર્યા હતા.


Share to

You may have missed