વડાપ્રધાન મોદી જમ્મુ કાશ્મીરમાં સૈનિકો સાથે દિવાળી મનાવશે

Share to

(ડી.એન.એસ), જમ્મુ-કાશ્મીર ,તા.૦૩

જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા એક મહિનામાં ૧૪ સૈન્ય જવાનોએ શહીદી વહોરી છે. આ સંજાેગોમાં સૈનિકોનું મનોબળ વધારવા વડાપ્રધાનની મુલાકાત મહત્ત્વપૂર્ણ બની રહેશે.

જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા એક મહિનામાં ૧૪ સૈન્ય જવાનોએ શહીદી વહોરી છે. આ સંજાેગોમાં સૈનિકોનું મનોબળ વધારવા વડાપ્રધાનની મુલાકાત મહત્ત્વપૂર્ણ બની રહેશે.પીએમની મુલાકાત દરમિયાન નૌશેરામાં સેનાના ઉત્તરી કમાન્ડના તમામ વરિષ્ઠ સૈન્ય અધિકારીઓ પણ હાજર રહેશે. સૂત્રોના જણાવ્યા અનુસાર વડાપ્રધાનના પ્રવાસને સુરક્ષિત બનાવવા માટે ઘણા વરિષ્ઠ અધિકારીઓએ નૌશેરામાં પડાવ નાખ્યો છે. જાેકે, સેનાએ હજુ સુધી પીએમની મુલાકાતની સત્તાવાર પુષ્ટિ કરી નથી  વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે જમ્મુ-કાશ્મીરમાં સરહદોની રક્ષા કરતા સૈન્યના જવાનો સાથે દિવાળીનો તહેવાર ઉજવશે. વડાપ્રધાન દિવાળી પર જમ્મુ વિભાગના રાજૌરી જિલ્લાના નૌશેરા આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, દર વર્ષે દિવાળી સૈન્ય જવાનોની વચ્ચે ઉજવે છે. ઉચ્ચ સ્થાને રહેલા સૂત્રોના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, દિવાળી પર નિયંત્રણ રેખાની ( ન્ર્ંઝ્ર) સુરક્ષા માટે ફરજ બજાવતા સૈન્યના નૌશેરા બ્રિગેડમાં આવશે. વડાપ્રધાનની મુલાકાતને લઈને, સમગ્ર નૌશેરા વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. વડાપ્રધાનની મુલાકાત માટે રાજૌરીમાં અંકુશ રેખાની સુરક્ષાની સાથે સાથે રાષ્ટ્રવિરોધી તત્વોની યોજનાઓને નિષ્ફળ બનાવી રહેલા સેનાના જવાનોના ઉત્સાહ સાતમા આસમાને છે. હાલમાં જમ્મુ-કાશ્મીરમાં કાયમી શાંતિ સ્થાપવા માટે સેના દ્વારા મોટા પાયે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ૧૧ ઓક્ટોબરે રાજૌરીને અડીને આવેલા પુંછ જિલ્લાના બટાધુલિયન જંગલોમાં આતંકીઓ વિરુદ્ધ સેના દ્વારા મોટાપાયે ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન આતંકીઓ સાથેની અથડામણમાં સેનાના ૯ જવાન શહીદ થયા હતા. આ વિસ્તારને આતંકવાદ મુક્ત બનાવવા માટે સૈનિકો પોતાના જીવને હથેળી પર રાખીને લડી રહ્યા છે.


Share to