November 21, 2024

સ્ટેચ્યુ ઓફ યુનિટી ની ટેન્ટ સિટી-1 ના લેન્ડ ગ્રેબિંગ કાંડ ના વમળ માંથી લલ્લુજી એન્ડ કંપની ને ઉગારવા માટે તંત્ર ને ઉતાવળ!!??

Share to

વનવિભાગ સમક્ષ હાજર કંપની સંચાલકો એ ગુનો કબૂલી લેતા દંડ કરવા ને બદલે “નુકશાન બદલ વળતર” હેઠળ 1 લાખ નું ચલણ ભરાવી પ્રકરણ સંકેલી લીધા બાદ રેવન્યુ વિભાગ સમક્ષ આરોપી સંચાલકો હાજર થાય તે પહેલાંજ મામલતદાર નો ખુલાસો આવતા આશ્ચર્ય સર્જાયું

ઈકરામ મલેક નર્મદા બ્યુરો:-

સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવનાર પ્રવાસીઓ ના રોકાણ ની સુવિધા માટે ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા લલ્લુજી એન્ડ સન્સ કંપની ને કરાર હેઠળ ટેન્ટ સિટી ઉભી કરી સંચાલન કરવા ની કામગીરી કરાઈ હતી. કંપની દ્વારા ગૌચરણ અને વનવિભાગ ની જમીન ઉપર ગેરકાયદેસર રીતે કબજો કરી જરૂરી પરવાનગી વગર સ્વિમિંગ પુલ નું નિર્માણ કરવામાટે પાકા આર.સી.સી નું બાંધકામ તેમજ ગેરકાયદેસર 16 જેટલા ટેન્ટ ઉભા કરવાની ગેરકાયદેસર કામગીરી નો મામલો પ્રકાશ મા આવતા સનસનાટી મચી જવા પામી હતી.

ગત તારીખ 25/05/2021 ના સમગ્ર પ્રકરણ ની તપાસ રેવન્યુ, ફોરેસ્ટ અને નિગમ દ્વારા સંયુક્ત રીતે તપાસ કરાતા તપાસ મા લલ્લુજી એન્ડ સન્સ કંપની ની મેલી મુરાદ નો ભાંડો ફૂટ્યો હતો. તપાસ મા રેવન્યુ સર્વે નમ્બર 85-બ કે જે ગૌચરણ ની જમીન મા સ્વિમિંગ પુલ અને 16 જેટલા બિનકાયદેસર ટેન્ટ ઉભા કરવાની ગુનાહિત કામગીરી નો ભાંડો ફૂટ્યો હતો, આ અંતર્ગત તારીખ 27/05/2021 ના લલ્લુજી એન્ડ સન્સ કંપની ને નોટિસ પાઠવી 29/05/2021 ના મામલતદાર ગરૂડેશ્વર સમક્ષ હાજર થઈ ખુલાસો આપવા માટે નોટિસ આપવામાં આવી હતી. ત્યારે આરોપી લલ્લુજી એન્ડ સન્સ કંપની ના સંચાલકો મામલતદાર સમક્ષ હાજર થઈ પોતાનો ખુલાસો આપે તે પહેલાજ કંપની એ ગૌચરણ ની જમીન ઉપર થી દબાણ દૂર કરવાની કામગીરી ચાલુ કરી દેતા એ બાબત નો ખુલાસો આરોપી કંપની ના સંચાલકો ને બદલે ગરૂડેશ્વર માલતદારે એક વિડિઓ મારફતે આરોપી કંપની ની દબાણ હટાવવા ની કામગીરી ની માહિતી આપતા અને નર્મદા જિલ્લા ના માહિતી વિભાગ દ્વારા એ ખુલાસા ને પ્રસારિત કરતા બહુ મોટું આશ્ચર્ય સર્જાયું છે.


Share to

You may have missed