September 7, 2024

નેત્રંગના કુપ ગામે વિશ્વ દૂધ દિવસ અંતર્ગત સ્વસ્થ પશુપાલન અને સ્વચ્છ દૂધ ઉત્પાદન સુધારા માટે પશુપાલન તાલીમ કાર્યક્રમ યોજાયો

Share to

નેત્રંગ તાલુકાના કુપ ગામ ખાતે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ચાસવડ દ્વારા ભારત સરકારના સ્વતંત્રતાના અમૃત મહોત્સવ અને વિશ્વ દૂધ દિવસના અંતર્ગત સ્વસ્થ પશુપાલન અને સ્વચ્છ દૂધ ઉત્પાદન સુધારા માટે તાલીમ કાર્યક્રમ યોજ્વામા આવ્યો હતો. નિષ્ણાંત પશુપાલન ડૉ.ધનંજય શિંનકરે લાભાર્થિઓ પાસે આવેલા પશુઓનું આરોગ્ય જળવાઈ અને તેની જાળવણી માટે કેવા પ્રકારની તકેદારી રાખવી જોઈએ તેનું માર્ગદર્શન આપ્યું હતું. તે ઉપરાંત સ્વચ્છ દૂધ ઉત્પાદન માટે મિનરલ પાઉડર અને કૃમિની દવા આપવામા આવી હતી. તેના ઉપયોગ વિષે માહિતી આપી હતી .આ તાલીમ કાર્યક્રમ માં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના ડૉ.ધનંજય શિંનકર વિષય નિષ્ણાંત પશુપાલન, દેવેંન્દ્ર મોદી, વિષય નિષ્ણાંત બાગાયત અને હર્ષદ વસાવા અને સ્થાનીક લોકો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર :- વિજય વસાવા,નેત્રંગ


Share to

You may have missed