જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોને આવરી લેવાનું આયોજન
આ કાર્યક્રમમાં સરકારના ૧૩ જેટલા વિભાગોની ૫૫ જેટલી સેવાઓ મળી રહેશે
ભરૂચઃ શનિવારઃ- રાજ્યના વહીવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની વ્યક્તિલક્ષી રજૂઆતોના ઉકેલની ઝડપ વધે તે માટે સમગ્ર રાજ્યની સાથે ભરૂચ જિલ્લામાં પણ સેવાસેતુ કાર્યક્રમના ૧૦ માં તબક્કાનો શુભારંભ થઈ રહ્યો છે.
ભરૂચ જિલ્લામાં આગામી તારીખ ૧૭ મી સપ્ટેમ્બર થી શરૂ થઈ રહેલા આ સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત ભરૂચ જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં વિવિધ દિવસોએ સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે અન્વયે આગામી તારીખ ૧૭-૯-૨૦૨૪ ને મંગળવારના રોજ ભરૂચ તાલુકાના પાલેજ ખાતે, વાગરા તાલુકાના આંકોટ ખાતે, અંકલેશ્વર તાલુકાના સજોદ ખાતે, જંબુસર તાલુકાના કોમ્યુનિટી હોલ- કલક ખાતે, આમોદ તાલુકાના સમની હાઇસ્કૂલ ખાતે, ઝધડીયા તાલુકાના પ્રાથમિક શાળા પાનવાડી ખાતે, વાલીયા તાલુકાના પ્રાથમિક શાળા વાલીયા ખાતે તેમજ નેત્રંગ તાલુકાના પ્રાથમિક શાળા વણખૂંટા ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાનાર છે.
પ્રજાજનોને વ્યક્તિગત સેવાઓ તેમના રહેઠાણના નજીકના સ્થળે, તે જ દિવસે પ્રાપ્ત થઈ શકે તેવા ઉમદા હેતુ સાથે હાથ ધરાનારા આ સેવાસેતુ કાર્યક્રમના દસમાં તબક્કામાં ભરૂચ જિલ્લા કલેકટરશ્રી તુષાર સુમેરાના માર્ગદર્શન હેઠળ તા. ૧૭ મી સપ્ટેમ્બર ના રોજ યોજાનાર સેવાસેતુ કાર્યક્રમમાં જિલ્લાના ૯ તાલુકાના તમામ ગામડાઓને ક્લસ્ટર બેઝ આવરી લેવામાં આવશે.
ભરૂચ જિલ્લાના ૯ તાલુકાના સબંધિત ગામોની પ્રાથમિક શાળાઓ ખાતે યોજાનાર આ સેવાસેતુ કાર્યક્રમ ક્લસ્ટરમાં સમાવિષ્ટ ગામના લોકોને સેવાસેતુના સ્થળ ઉપરથી જ સરકારશ્રીના વિવિધ વિભાગોની ૫૫ સેવાઓના લાભ લાભાર્થીઓને સ્થળ પર જ મળી રહેશે. જેનો ગ્રામ્યજનોને લાભ લેવા જિલ્લાવહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
More Stories
નવરાત્રિમાં ગુજરાતમાં 3 હજાર કરોડના વાહનો વેચાયા
જૂનાગઢ માં બે મોટર સાયકલ અને આઠ મોબાઇલ ફોન ચોરી કરનાર આરોપીને જુનાગઢ પોલીસે પકડી પાડીયો
નેત્રંગના ગાલીબા ખાતે ૧૬મી ના રોજ સેવાસેતુ કાર્યક્મ યોજાશે.