ભરૂચ જિલ્લામાં કોરોના કાળમાં ચોરી લૂંટફાટ આત્મહત્યા અને હત્યાના બનાવ ઘણા સામે આવી રહ્યા છે. તે જ રીતે અંકલેશ્વરના પેટા કોન્ટ્રાકટને અપહરણ કરીને તેણે અલગ અલગ જગ્યાએ લઈ જઈને માર મારીને ઈજાગ્રસ્ત હાલતમાં છોડી મુક્યો હતો.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે તા. 24-05-2021 ના રોજ સવારના સમયે આશરે આઠ વગ્યાના સમયગાળે અર્જુન ચૌધરી નામના કોન્ટ્રાકટર તેના મજૂરોને લેવા માટે ઝઘડિયા જી.આઈ.ડી.સી. ખાતે જવા માટે લક્ષ્મણ નગર જવાના રસ્તાના નાકા પર ઉભો હતો તેવા સમયમાં લગભગ સવા નવ એક વાગ્યાના સમયગાળામાં એક ઇનોવા ગાડીમાં ચાર ઈસમો આવ્યા અને અને એક ઈસમનું નામ નિર્ભય મિશ્રાના હાથમાં જાડા લાકડાનું હથિયાર હતું જેને કોન્ટ્રાકટરને કમરના ભાગમાં માર માર્યો હતો અને તેણે અપશબ્દો બોલીને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. બીજો ઈસમ અર્પિત ઝા તેણે લોખંડના સળીયા મારવાની કોશિશ કરેલ હતી. ત્રીજો ઈસમ અજય સિંઘએ હાથના પ્રયાસથી માર માર્યો હતો અને ચોથો ઈસમ ગાડી ચલાવતો હતી એમ ચારેયએ કોન્ટ્રાકટરને જુદી જુદી જગ્યાએ લઈ જઈને મારામારીને અંકલેશ્વર પરત લાવી તેને ઈજાગ્રસ્ત હાલતમાં જ છોડી મુક્યો હતો. રિપોર્ટ અનુસાર આ ઘટના ધંધાકીય નાણાંની લેવડદેવડની હોય તેમ સામે આવ્યું હતું જેને પગલે અંકલેશ્વર જી.આઈ.ડી.સી પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
Khabar Ek dum Sachi
More Stories
જુનાગઢ જીલ્લાના મજેવડી દરગાહ કાંડના ખુનના ગુન્હામાં સંડોવાયેલ લાલ શાહીથી બે વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કવોડ જુનાગઢ
પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુ.રા.ગાંધીનગરના ૧૦૦ કલાક પ્રોગ્રામ અંતર્ગત જુનાગઢ પોલીસે કોમ્બીંગ કરી શરીર સબંધી, મિલ્કત સબંધી ગુનેગારોની ગે.કા પ્રવૃત્તિ અંગે ડ્રાઇવ દરમ્યાન કાયદેસર કાર્યવાહી કરતી જૂનાગઢ પોલીસ
નેત્રંગ પોલીસે તાલુકામા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને તહેવારોમાં શાંતિ બની રહે તે માટે ફુટ પેટ્રોલિંગ અને વાહન ચેકિંગની ઝુંબેશ હાથ ધરી.