દ્રાઈવરને ઢોર માર મારી ૧૫ ભેંસો સહિત ટેમ્પો લૂંટી ગયા
પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગથી ડેડીયાપાડા જતા રોડના ટીમરોલીયાના ઢોરાવ ઉપર એક સફેદ કલરની ઈકો ગાડીમાં આવી દ્રાઈવરને મારી લૂંટ ચલાવી હતી. દ્રાઈવર પાલેજ પાસે આવેલ હલદરવા ગામેથી આઇસર ટેમ્પો નંબર જીજે-૧૬-એવી-૭૩૪૮માં ૧૫ ભેંસો ભરી ધુલિયા જઈ રહ્યો હતો. રાત્રીના દોઢ વાગ્યાના આસપાસ ટીમરોળિયા ઢોરાવ પાસે એક ઇકો ગાડી આડી કરી ટેમ્પોને અટકાવ્યો હતો. ત્રણ જેટલા અજાણ્યા ઈસમો ઉ.વ.આશરે ૩૫ થી ૪૦ વર્ષના ઈસમો આવી ટેમ્પાની કેબીનમાં ચડી ગયા હતા. ઈકો ગાડીનો ડ્રાયવર તથા તેમાં બેસેલ બીજા ઈસમો ઈકો લઈ ત્યાથી ભાગી ગયા હતા. જોકે ઈકો ગાડીમાંથી ઉતરેલ ત્રણ શકશોએ દ્રાઈવરને ગાળો આપી, ઝપાઝપી કરી, ટેમ્પામાંથી નીચે ઉતારીને દ્રાઈવરના ખીસ્સામાંથી રોકડા રૂ. ૪૦૦૦/- તથા વીવો કંપની મોબાઈલ ફોન કાઢી લઈ ઢીકાપાટુનો માર માર્યો હતો. દ્રાઈવરને ટેમ્પામાં જબરદસ્તી બેસાડી લૂંટમાં આવેલ એક ઈસમે ટેમ્પો હંકારી અંદરના રસ્તા ઉપર આશરે એકાદ કીલોમીટર લઈ ગયા બાદ ફરીથી હાઈવે ઉપર લાવી દ્રાઈવરને ટેમ્પામાંથી નીચે ઉતાર્યો હતો. જોકે તે સમયે એક મોટર સાયકલ ઉપર ત્રણ અજાણ્યા માણસો આવી બધા ભેગા મળી દ્રાઈવરને ફરીથી ઢીકાપાટુનો માર મારી તારા શેઠને કહે કે અમોને રૂપીયા ૧,૨૦,૦૦૦/- આપે તેવી માંગણી કરેલ હતી. જો રૂપીયા નહિ આપે તો તને જાનથી મારી નાખીશું. તેવી ધમકીઓ આપી, દ્રાઈવરને ઢોર માર મારેલ અને મો.સા.ઉપર આવેલ આવેલ ત્રણ અજાણ્યા માણસોએ દ્રાઈવરને મો.સા.ઉપર બેસાડી બીજા ત્રણ અજાણ્યા માણસો ભેંસો ભરેલ ટેમ્પો લઈને ડેડીયાપાડા તરફ ભાગી ગયા હતા. જોકે દ્રાઈવરને નેત્રંગ આનંદ પેટ્રોલપંપ નજીક છોડી લૂંટના ઇરાદે આવેલ ૬ ઈસમોએ તેના ખીસ્સામાંથી આશરે રોકડા રૂપિયા ૪૦૦૦/- તથા એક વીવો કંપનીનો મોબાઇલ જેની કિ.રૂ.આશરે ૫૦૦૦/- તથા આઇસર ટેમ્પો નંબર જીજે-૧૬-એવી-૭૩૪૮ જેની કિ.રૂ.૮,૦૦,૦૦૦/- તથા ટેમ્પામાં ભરેલ ભેંસ – ૧૫ જેની કીરૂ.૧,૫૦,૦૦૦/- મળી કુલ રૂ. ૯,૫૯,૦૦૦/ ની મત્તાની લુંટ કરી ભાગી ગયા હતા. લૂંટના કેસની સઘન તપાસ નેત્રંગ પોલીસ કરી રહી છે.
રિપોર્ટર :- વિજય વસાવા,નેત્રંગ
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા સ્વાવલંબી ભારત અભિયાન સંયુક્ત ઍક દિવસીય સેમિનાર યોજાયો
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.