November 21, 2024

નેત્રંગથી દેડિયાપાડાને જોડતા હાઇવે ઉપર અરેઠીનાં સ્ટેશન પાસે રોડ ઉપરના ખાડા યથાવત

Share to

ખાડાના કારણે થતાં અકસ્માતની વણઝાર અટકશે ખરી,

રોજે રોજ થતાં અકસ્માતની ઝંઝટથી ખેડૂતે રોડ ઉપર પડેલા ખાડાનું સ્વ ખર્ચે પુરાણ કરાવ્યુ

પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગથી દેડિયાપાડા હાઇવે ઉપર ઘણા લાંબા સમયથી અરેઠી ગામના સ્ટેશન પાસે મસમોટાં ખાડા પડ્યાં છે. ઘણાં લાંબા સમયથી ખાડા પડ્યાં હોવા છતાં તંત્ર ઘોર નિદ્રામાં હોઈ એવું લાગી રહ્યું છે. ઘણાં સમયથી અકસ્માત થવાની ઘટના અહી રોજ બનતી આવી છે. ખાડાની ઊંડાઈ ત્રણેક ફુટ કરતાં પણ વધુ હોવાથી અજાણ્યાં બાઈક કે ફોર વ્હીલર ચાલકો સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માતની વણઝાર ઊભી થઈ છે. થોડાં દિવસ પેહલા ટ્રક ચાલકે સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવતા અક્સ્માત સર્જાયો હતો. બીજી રાતે ડેડીયાપાડાનાં બાઇક ચાલકનુ બાઇક ખાડામાં પડતાં આગલું વ્હીલ બેન્ડ થઈ ગયું હતું. રોજે રોજ થતાં અકસ્માતની ઝંઝટથી કંડાડીને રોડની પાસે વસવાટ કરતા ખેડૂત રાયમલ વસાવાએ પોતાના ખર્ચે થોડાં જ સમય અગાઉ નવનિર્મિત પામેલા રોડ ઉપરના ખાડાનું સ્વ ખર્ચે પુરાણ કરાવ્યુ હતું. ખેડુતે કરાવેલું પુરાણ હાલ પૂરતા અક્સ્માત રોકી શકે છે. હવે જોઈએ સરકારી તંત્ર આ ખાડા રિપેર કરવા કેટલી ઉદાસીનતા દાખવે છે.


રિપોર્ટર :- વિજય વસાવા,નેત્રંગ


Share to

You may have missed