November 21, 2024

ચાસવડ દુધ ડેરીની વ્યવસ્થાપક સમિતિએ ૮૦૦૦ દુધ ઉત્પાદકોને માસ્ક-સેનીટાઇઝરનું વિતરણ કયુઁ,

Share to

તા.૨૪-૫-૨૦૨૧ નેત્રંગ,

પ્રાપ્ત માહિત મુજબ વૈશ્વિક મહામારી કોરોના વાયરસના સંક્રમણથી જનજીવન અસ્તવ્યસ્ત
થઇ જવા પામ્યું છે,નિદૉષ લોકો કોરોના સંકમિત થવાથી મોતના મુખમાં ધકેલાઇ રહ્યા છે,ધંધા-રોજગાર ઠપ્પ થઈ જતાં ગરીબ અને મધ્યમવર્ગીય પરીવારની આથિઁક કમર તુટી ભાંગી છે,મારૂ ગામ કોરોના મુક્ત ગામ અભિયાન અંતર્ગત કેન્દ્ર-રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ જવાબદાર અધિકારીઓ ફરજિયાત વેક્સિનેશન કરાવવાની લોકોને અપીલ કરી રહી છે,અને લોકોને માસ્ક,સેનેટાઇઝર અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું સુચન કરી રહ્યા છે,

જેમાં ભરૂચ જીલ્લાના આદિવાસી વિસ્તારની જીવાદોરી સમાન ચાસવડ ડેરીના વ્યવસ્થાપક સમિતિના પ્રમુખ કવિભાઇ વસાવા અને ઉપપ્રમુખ અરવિંદભાઈ વસાવાએ પોતાના ૮૦૦૦ થી વધુ દુધ ઉત્પાદકોને કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે પાયાની જરૂરિયાત એવા માસ્ક અને સેનેટાઇઝરનું વિતરણ સુમુલ ડેરી સુરતના સહયોગથી કરી દુધ ઉત્પાદકોને સાવચેતીના પગલા ભરવાની અપીલ કરી હતી.


રિપોર્ટર :- વિજય વસાવા,નેત્રંગ


Share to

You may have missed