September 4, 2024

લાંબા સમયબાદ યાત્રાધામ ભુરખીયા હનુમાનજી મંદિર દશૅન માટે તા ૩૧-૫-૨૧ થી દ્વાર ખુલશે. શ્રધ્ધાળુઓમાં આનંદ.

Share to

કોરોના મહામારીમાં સરકારશ્રીના આદેશ મુજબ કોરોના સંક્રમિતથી બચવા માટે અને સૌની સુરક્ષા વ્યવસ્થા હેતુથી ભુરખીયા હનુમાનજી મંદિરના દ્વાર દશૅનાથીૅઓ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.અને સ્વેચ્છાપૂર્વક લોકડાઉનના નિણૅયો લેવામાં આવેલ હતાં.જેની અવધી પૂર્ણ થતા તા.૩૧-૫-૨૧ થી શ્રધ્ધાળુઓ દશૅન કરી શકશે.
નોંધ : મંદિરના મેઈન ગેઈટ ઉપર સેનીટાઈઝરથી હાથ ચોખ્ખા કરી ત્યારબાદ પ્રવેશ આપવામાં આવશે.તેમજ શ્રધ્ધાળુઓએ દશૅન કરી રોકાણ કરવું નહીં.હાલના સંજોગો પ્રમાણે ભોજનાલય અને ઉતારા વ્યવસ્થા સદંતર બંધ રાખેલ છે અને તમામ દશૅનાથીૅએ માસ્ક ફરીજીયાત પહેરવાનું રહેશે.તેમ મેનેજર દેવજીભાઈ સિંધવ અને ગોપાલભાઈ દ્વારા જણાવેલ છે.

રીપોટૅર : રજનીકાંત રાજ્યગુરૂ લાઠી


Share to