તા.૨૧-૫-૨૧ ના રોજ લાઠી બાબરાના ધારાસભ્ય શ્રી વિરજીભાઈ ઠુમ્મરે દેશના પૂર્વ પ્રધાનમંત્રી સ્વઃ રાજીવ ગાંધીની પૂણ્યતિથિ નિમિત્તે તેમની આગેવાની નીચે કોંગ્રેસના અગ્રણીઓની ઉપસ્થિતિમાં લાઠીની હોસ્પિટલમાં કોરોના મહામારીમાં વધુ સેવા માટે ઓક્સિજન વેન્ટિલેટર અને એમ્બ્યુલન્સની ખરીદી માટેની ગ્રાન્ટ સિવિલ હોસ્પિટલના ડોક્ટર સિન્હા સાહેબને આપણૅ કરી હતી.
ત્યારબાદ લાઠી શહેરમાં ચાવંડ દરવાજા પાસે માસ્કનુ વિતરણ કરવામાં આવેલ હતું અને સૌને માસ્ક ફરજિયાત પહેરવા અપીલ કરી હતી તેમજ લાઠી પ્રાથમિક શાળામાં ચાલતા isolation કોવિડ સેન્ટરની મુલાકાત લઇ દર્દીના ખબર અંતર પૂછ્યા હતા અને ફરજ પરના ડોક્ટર પાસે સુવિધા અંગે માહિતી મેળવી હતી.
હા સમગ્ર કાર્યક્રમમાં અમરેલી જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ જીતુભાઈ વાળા, લાઠી તાલુકા કોંગ્રેસ પ્રમુખ આંબાભાઈ કાકડિયા નગર પાલિકા સદસ્ય ભુપેન્દ્રભાઈ સેજુ, લાઠી શહેર કોંગ્રેસ પ્રમુખ ધીરુભાઈ ધોળકિયા તેમજ કોંગ્રેસ કાર્યકરો લખમણભાઇ બઢિયા, એહમદભાઈ શેખ, દિનેશભાઈ સેજુ, પ્રેમજીભાઈ મેવાડા એડવોકેટ. ઈમ્તિયાઝ સખીરાણા, મહેન્દ્રભાઈ ડેર, અશોકભાઈ ગોહિલ સહિતના અને ઉપસ્થિત રહ્યા હતા.
રીપોટૅર : રજનીકાંત રાજ્યગુરૂ લાઠી
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.
જૂનાગઢની વિનય ઈન્ડસ્ટ્રીઝ દ્વારા કર્મચારીઓ અને કામદારો માટે મેડિકલ કેમ્પ યોજાયો સો જેટલા દર્દીઓએ સારવાર લીધો