કોરોનાને હરાવી સિવિલ હોસ્પિટલના પિડીયાટ્રીશ્યન ફરજ પર જોડાયા

Share to

કોરોના સામે માસ્ક, વેક્સિન અને આપણી સાવચેતી જ સુરક્ષિત રાખે છે: ડો.શૈલેન્દ્રસિંગ

સુરતઃબુધવારઃ– કોરોના કહેર વચ્ચે કોરોનાયોદ્ધા ડોકટર દિવસ-રાત દર્દીનારાયણની સેવામાં કાર્ય કરી રહ્યા છે. અનેક ડોકટરો કોરોના પોઝિટીવ આવ્યા બાદ ફરી પાછા ડયુટીમાં જોડાયા છે.

         નવી સિવિલ હોસ્પિટલના બાળરોગ વિભાગના પ્રથમ વર્ષના રેસિડેન્ટ ડો.શૈલેન્દ્રસિંગ ખાસાવત કોરોનાના દર્દીઓની સેવા કરતા પોઝિટીવ આવ્યા બાદ નવ દિવસના અંતે સ્વસ્થ થઈ ફરી પાછા ડ્યુટી પર જોડાયા છે.

               ડો.શૈલેન્દ્રસિંગ કહે છે કે, તા.૨૩મી એપ્રિલના રોજ થોડી વિકનેસ સાથે તાવ જણાતા રેપિડ એન્ટીજન્ટ તથા આર.ટી.પી.સી.આર ટેસ્ટ કરાવતા પોઝિટીવ આવ્યો હતો. નવ દિવસ આઈસોલેશનમાં રહીને ઉકાળા, બાફ તથા આયુર્વેદિક તથા એલોપેથીની દવાઓ લીધા બાદ તા.૩જી મેના રોજ સ્વસ્થ થતા ફરી પાછા ડયુટીમાં જોડાયો છું. માર્ચ મહિના પહેલા વડોદરા ખાતે એપેન્ડીક્ષનું ઓપરેશન કરાવ્યા બાદ શૈલેન્દ્રસિંગ બમણા જુસ્સા સાથે ડયુટીમાં જોડાયા છે.

              ડો.શૈલેન્દ્રસિંગ જણાવે છે કે, કોરોના સામે માસ્ક, વેક્સિન અને આપણી સાવચેતી જ સુરક્ષિત રાખે છે. જેમને કોરોના થઈ ચૂક્યો છે તેમને જાતે જ કુદરતી રીતે રોગપ્રતિકારક ઍન્ટિબોડી ઉત્પન્ન થવાથી રક્ષણ મળી ગયું છે, જેને નેચરલ ડોઝ ઑફ વૅક્સિન કહી શકાય. જેથી વેક્સિન મૂકાવીને સૌ સુરક્ષિત થાય એવો અનુરોધ તેમણે કર્યો હતો.


Share to