November 21, 2024

ઝઘડિયાના ધારાસભ્ય છોટુ વસાવાએ નોવેલ કોરોના વાયરસ ના સંક્રમણને અટકાવવા અને તેની સારવાર હેતુ ૨૫ લાખની ગ્રાન્ટ ફાળવી.

Share to

મત વિસ્તારમાં બેડ રેમડેસિવિર ઇન્જેક્શન આરટીપીસીઆર ટેસ્ટ કીટ અને ઓક્સિજન ના કામ માટે ગ્રાન્ટની ફાળવણી કરવા જિલ્લા આયોજન અધિકારી ને લેખિતમાં જાણ કરી.



નોવેલ કોરોના વાયરસનુ સંક્રમણ હવે ગ્રામીણ વિસ્તારો માં ખૂબ ઝડપથી અને વ્યાપક પ્રમાણમાં પ્રસરી રહ્યું છે. કોરોના સંક્રમણ ને અટકાવવા ગ્રામીણ વિસ્તારોમાં કોઈ પ્રકારની સુવિધા કોરોના સંક્રમણ પહેલા અને હાલમાં પણ અમુક વિસ્તારોમાં અછત છે. ઝઘડિયાના ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ નોવેલ કોરોના વાયરસ ના સંક્રમણને અટકાવવા અને તેની સારવાર હેતુ માટે ધારાસભ્યની ગ્રાન્ટ ૨૦૨૧-૨૨ માં તેના કામ માટે મંજુર કરવા જિલ્લા આયોજન અધિકારી ભરૂચ ને પત્ર લખ્યો છે.
ધારાસભ્ય તેમના પત્રમાં જણાવ્યું છે કે નોવેલ કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા અને તેના સારવાર હેતુ માટે પ્રશાસન દ્વારા વાલીયા તાલુકા મથકે આઈ.ટી.આઈ, ઝઘડીયા તાલુકા મથકે સુલતાનપુરા કોમ્યુનિટી હોલ, નેત્રંગ તાલુકા મથકે મહિલા આઇટીઆઇ માં આઇસોલેશન વોર્ડ, ખરેઠા પીએસસી પર, સામૂહિક આરોગ્ય કેન્દ્રો પર કોરોના કેર સેન્ટર ઉભા કરવામાં આવેલ છે. આ વિસ્તારમાં કોરોના દર્દીઓનું પ્રમાણ વધારે હોવાથી તેમના માટે બેડ, રેમડેસિવિર ઇન્જેક્શન અને આરટીપીસીઆર ટેસ્ટ કીટ અને ઓક્સિજનના અભાવે દર્દીઓ મૃત્યુ પામતા હોય છે, જેથી સ્થાનિક લોકોની રજૂઆતો ધ્યાને લઇ ઝઘડિયા, વાલિયા, નેત્રંગ અને ખરેઠા સેન્ટરમાં બેડ રેમડેસિવિર ઇન્જેક્શન અને આરટીપીસીઆર ટેસ્ટ, ઓક્સિજનનો જથ્થો પુરતા પ્રમાણમાં સમયસર મળી રહે તે માટે ધારાસભ્યની ગ્રાન્ટ ૨૦૨૧-૨૨ માંથી રૂપિયા ૨૫ લાખની રકમ ફાળવણી કરી મંજુર કરવા ભલામણ કરી છે.


Share to

You may have missed