સુરત પત્નીને મુકવા જતા રૂપનગર એસઆરપી કેમ્પ નજીક પહોંચતા લેડીઝ પર્સ યાદ આવ્યું.
પરત નેત્રંગ આવી એક દુકાન અને ચાર રસ્તા ઉપરના પોલીસ સ્ટેશનના સીસીટીવી ફૂટેજ ચેક કરાયા.
પ્રતિનિધિ દ્વારા નેત્રંગ. તા,૦૬ મે,૨૦૨૧.
નેત્રંગ ચારરસ્તા વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસો થી ફોરવહીલ ગાડી ઓને ટારગ્રેટ બનાવી ચીલઝડપ ના કિસ્સા બહાર આવી રહયા છે.જેને લઇને વાહનચાલકો થી લઇને દુકાન ધારકો મા ચિંતાનો માહોલ જોવા મળી રહયો છે.જયારે પોલીસ દ્વારા ચારરસ્તા વિસ્તારમાં મુકવામાં આવેલ ત્રીસરી આંખ પણ શોભના ગાંઠીયા સમાન લાગી રહી છે.
નેત્રંગ ટાઉન ના ભરચક ચારરસ્તા વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસો થી ફોરવહીલ ગાડી ઓને ટારગ્રેટ બનાવી ચીલઝડપ ના કિસ્સા બહાર આવી રહયા છે.જેમા જાણવા મળેલ માહિતી મુજબ નેત્રંગ ડેડીયાપાડા રોડ પર ચારરસ્તા મા આવેલ એક હોટલ માલિકની દુકાને આઇસ્ક્રીમ ની ડિલેવરી કરવા આવેલ ફોરવહીલ ગાડી માથી સેલ્સમેન આઇસક્રીમ ડીલેવરી કરવા ગયો હતો.હોટલ માલિકે આઇસક્રીમ ખરીદ કરેલ ના રુપિયા સેલ્સમેન આપતા સેલ્સમેન એ પોતાની ગાડી મા મુકેલ પાકીટમાં રુપિયા મુકવા જતા પાકીટ શોધખોળ કરતાં મળેલ નહિ.ત્યારે માલુમ પડેલકે પાકીટ ગાડી માથી ચોરાઇ ગયું છે.બીજા બનાવમાં આજ વિસ્તારમાં એક ફોરવહીલ ધારક પોતાની ફોરવહીલ સાઇડ પર પાઁક કરીને તેની સાથે ના અન્ય લોકો સાથે લારી પર ચા નાસતો કરવા ગયા હતા.તેઓની સાથે ફોરવહીલ મા અન્ય ઉંમરલાયક લોકો પાછલી સીટ પર બેઠા હતા.તેઓને ચા નાસ્તો ગાડીમા જ આપવા આવેલ,ચા નાસ્તો થઇ ગયા બાદ ફોરવહીલ ચાલક ગાડી આવી બેઠાં બાદ સીટ પાસે મુકવામાં આવેલ પાકીટ શોધખોળ કરતાં મળી આવેલ ન હોવાને લઇને પાકીટ ચોરાયું હોવાનુ માલુમ પડેલ.ઉપરોક્ત બંને બનાવો ની પોલીસ ફરિયાદ થઇ નથી.
તા. ૪ મે ના રોજ નેત્રંગ જીનબજારના એક મેડિકલ સ્ટોર ચલાવતો દુકાનદાર તેની પત્નીને સુરત સાસરીમાં મુકવા જતા પહેલા નેત્રંગ મોવી રોડ ઉપર દવાનું પાર્સલ લેવા તેની SX4 કાર લઈને ગયો હતો.કારમાંથી ઉતરી પતિ પત્ની પાર્સલ લેવા જતા પાછળથી કારમાં મુકેલ લાલ કલરનું લેડીઝ પર્સ કોઈ ચોર ઈસમ કારનો દરવાજો ખોલી લઈ જતા તેમાં મુકેલ રોકડા રૂપિયા અને સોના ચાંદીના દાગીના મળી કુલ ૩.૩૬ લાખની ચિલઝડપ કરી નાસી છૂટ્યો હતો.આ બનાવની જાણ નેત્રંગથી ૧૫ કિમિ દૂર પહોંચતા થઈ હતી .પરત નેત્રંગ આવી એક દુકાન અને નેત્રંગ પોલીસ સ્ટેશનના ચાર રસ્તા ઉપરના સીસીટીવી ફૂટેજ ચેક કરતા તેમાં અજાણ્યો લબરમુછીયો ચોર ઈસમ અસ્પષ્ટ દેખાય આવતા તેની વિરુધ્ધ કાયદેસર ગુન્હો નોંધી પોલીસે તપાસ હાથ ધરી હતી .
નેત્રંગ જીનબજારના પંચશીલ પાર્કમાં રહેતો વિરભદ્રસિંહ રાઠોડ શિવકૃપા મેડિકલ સ્ટોર ચલાવી રહ્યો છે.ગતરોજ તેની પત્ની વૈશાલીને લગ્નમાંથી પરત આવી સુરત અમરોલી કોસાડ ખાતે તેની સાસરીમાં મુકવા જતો હતો.સુરત જવાનું હોય તેની SX૪ કાર GJ ૦૬ DQ ૭૩૬૦ લઈ પતિ પત્ની નેત્રંગ મોવી રોડ ઉપર રાજ મોબાઈલની સામે કાર મૂકી અગ્રવાલ મેડિકલ એજન્સીમાં દવાનું પાર્સલ લેવા ઉતાવળમાં દરવાજાને લોક મારવાનું ભૂલી જતા રહ્યા હતા.અને તેની પત્ની વૈશાલીના હાથમાં રહેલ લાલ કલરનું પર્સ પણ હેન્ડબ્રેકની બાજુમાં ભૂલી ગઈ હતી.
દવાનું પાર્સલ લઈ કારમાં બેસી સુરત જવા નીકળી ગયા હતા.ત્યારે રૂપનગર એસઆરપી કેમ્પ નજીક પહોંચતા પર્સ યાદ આવતા કારમાં નહિ મળતા નેત્રંગ પરત આવી રાજ મોબાઈલની બાજુમાં આવેલ દુકાનના સીસીટીવી ચેક કરતા લીમડાનું ઝાડ આડું આવતા નેત્રંગ ચાર રસ્તા ઉપર પોલીસ સ્ટેશનના સીસીટીવી તપાસતા તેમાં કોઈ અજાણ્યો યુવાન જમણી બાજુનો દરવાજો ખોલી ગાડીમાં મુકેલ લેડીઝ પર્સ ઉઠાવી સફેદ કલરના પ્લાસ્ટીકના થેલામાં મૂકી જતો દેખાતો હતો.આ ચિલઝડપની તપાસ એન.જી.પાંચાણી નેત્રંગ પીએસઆઈ કરી રહ્યાં છે.
લાલ કલરના લેડીઝ પર્સમાં સોનાનું મંગળસૂત્ર નંગ ૧ કિમત રુપિયા ૬૩ હજાર ,સોનાની ચેઇન નંગ ૧ કિમત રુપિયા ૧૨ લાખ ,સોનાની જેન્ટ્સ વીંટી નંગ ૩ કિમત રુપિયા ૨૦ હજાર ,સોનાની લેડીઝ વીંટી નંગ ૬ કિમત રુપિયા ૨૭ હજાર ,સોનાની બુટીનંગ ૮ કિમત રુપિયા ૩૬ હજાર ,સોનાના પેન્ડલ નંગ ૨કિમત રુપિયા ૨૩ હજાર અને ચાંદીના પાયલ નંગ ૨કિમત રુપિયા ૫૬૦૦/= મળી કુલ ઘરેણાં ૨.૮૭ લાખના અને રોકડા રૂપિયા ૪૯ હજાર મળી કુલ ૩.૩૬ લાખની ચિલઝડપ થઈ હતી.જેને લઇને ચકચાર મચી જવા પામી છે
રિપોર્ટર :- વિજય વસાવા,નેત્રંગ
More Stories
જૂનાગઢ માં રૂ. ૫,૦૦૦/- ની કિંમતના સામાનનો થેલો ખોવાતા નેત્રમ શાખા પોલીસ દ્રારા ગણતરીની ક્લાકોમાં શોધને અરજદારને પરત કર્યો
જુનાગઢ ગંડાગર રોડ મહાનગર પાલીકા હસ્તકના ડો.બાબા સાહેબ આંબેડકર કોમ્યુનીટી હોલમા ચોરી કરનારા આરોપીને જુનાગઢ પોલીસે પકડી પડ્યા
બોડેલીમાં ગણેશજીની સ્થાપના માટે જતા ડી.જે સાથે ગયેલા કિશોરને કરંટ લાગતા મોત,