DURDARSHI NEWS

Khabar Ek dum Sachi

જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી નાં રસાયણ શાસ્ત્ર વિભાગનાં સેમ-૪નાં વિદ્યાર્થીઓનો યોજાયો ફેરવેલ કાર્યક્રમ

Share to

  

વૈજ્ઞાનિક શોધોને કારણે વ્યવસાયોનું સ્વરૂપ બદલાતું હોય ત્યારે વર્તમાન સમયમાં કયા અભ્યાસક્રમની માંગ છે. કયા વ્યવસાયમાં, કેવા કૌશલ્યની જરૂરિયાત છે, વિદ્યાર્થીએ કેવો અભ્યાસક્રમ પસંદ કરવો એ પણ એટલુ જ આવશ્યક- પ્રો.(ડો.) અતુલ એચ. બાપોદરા

જૂનાગઢ તા.૧૫, ભક્તકવિ નરસિંહ મહેતા વિશ્વ વિદ્યાલયનાં ડિપાર્ટમેન્ટ ઓફ કેમેસ્ટ્રી એન્ડ ફોરેન્સિક સાયન્સ ખાતે M. Sc. Chemistry સેમેસ્ટર-૪ના વિદ્યાર્થીઓનું વિદાય સમારંભ કાર્યક્રમ યુનિ.નાં કુલપતિ પ્રો.(ડો.) અતુલભાઇ બાપોદરાની અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.
                   યુનિ.નાં વિદ્યાર્થીઓ દ્વારા ડિપાર્ટમેન્ટમાં થતી ટીચિંગ, લર્નિંગ, પ્લેસમેન્ટ અને રિસર્ચની એક્ટિવિટીની બિરદાવતા કૂલપતિ પ્રો.(ડો.) અતુલભાઇ એચ. બાપોદરાએ જણાવ્યુ હતુ કે વિદ્યાર્થીઓની કારકિર્દીનાં ગગનમાં વિહરવાની યુનિ.નાં અભ્યાસક્રમોમાં તકો સમાયેલી છે. વર્તમાન યુગ હરિફાઈનો યુગ છે.હરિફાઈના યુગમાં ટકવું ઘણું જ મુશ્કેલરૂપ છે. વ્યવસાયના પ્રશ્નો, અભ્યાસક્રમ પસંદગીના પ્રશ્નો, અનુકૂલનના પ્રશ્નો વગેરે સતાવે છે. અભ્યાસ કરનારની સંખ્યા વધતી જાય છે. સ્પર્ધા દિવસે દિવસે વધતી જાય છે, ઔદ્યોગિક વિકાસના કારણે માનવની જરૂરિયાતો બદલાય છે, તે જ રીતે સમાજની જરૂરિયાતો પણ બદલાય છે. નવા ઉદ્યોગોને વિશિષ્ટ કુશળ વ્યક્તિઓની જરૂર પડે છે, ત્યારે આજે કેમેસ્ટ્રી વિષયે દિક્ષાંત સેમેસ્ટર-૪નાં વિદ્યાર્થીઓને ઉજ્જવળ કારકિર્દીની શુભકામનાં પાઠવુ છુ.વિદ્યાર્થીઓ જીવન ધ્યેયોને યોગ્ય ઘાટ આપી શકે તે પ્રમાણેથી આવશ્યક લાયકાતો કેળવી આજે સક્ષમ બન્યા છે.ત્યારે ભવિષ્યમાં તેઓ આ ડિપાર્ટમેન્ટના એલ્યુમની બની અને યુનિવર્સિટીના વિકાસ માટે યથા યોગ્ય ફાળો આપે એવી આશા વ્યક્ત કરી હતી. 
        આ તકે ડો. અતુલભાઇ બાપોદરાનાં હસ્તે  Synzeal research PVT. Ltd: 08 students, Oxygen healthcare Pvt. Ltd. 04 students, Reliance Industry  jaamnagar, 04 students, Omsev pharma. Ahmedabad 04 students, SNJ labs pvt Ltd. 02 students, OSCAR labs Ahmedabad 02 students
SIMSON Labs Ahmedabad 04 interview conducted, માં સિલેક્ટ થયેલા વિદ્યાર્થીઓને તેમના ઓફર લેટર આપવામાં આવ્યા હતા.
        આ તકે ડો. નવલ કપુરીયાએ જણાવ્યુ હતુ કે રસાયણ શાસ્ત્ર વિજ્ઞાનની એક શાખા છે કે જેમાં તત્વો અને સંયોજનોના ગુણધર્મો, તેમનું સંઘટન અને તેમની સંરચના તથા તેમનાં રૂપાંતરોનો અભ્યાસ કરાવવામાં આવે છે. પદાર્થ વચ્ચે પ્રક્રિયા થાય તે દરમિયાન શોષાતી અથવા મુક્ત થતી ઊર્જાના અભ્યાસનો પણ તેમાં સમાવેશ થાય છે.આજે અમારી પાસે શિક્ષીત અને દિક્ષિત વિદ્યાર્થીઓ પોતાનાં લક્ષ્યને હાંસલ કરવા આગળ વધી રહ્યા છે તે અમારી ખુશી છે.
              વિદ્યાર્થીઓએ આ તકે ડિપાર્ટમેન્ટના ફેકલ્ટી મેમ્બર્સ પ્રો.(ડો.) અતુલ બાપોદરા, ડો. નવલ કપુરીયા, ડો.જસ્મીન ભાલોડીયા, ડો.મૃણાલ અંબાસણા,તથા ડો.રશ્મિબેન પટેલ દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવતું નિયમિત શિક્ષણ લેબોરેટરી ટ્રેનિંગ તથા રિસર્ચ એક્ટિવિટીને વિદ્યાર્થીઓના ભવિષ્ય ઘડવામાં ખૂબ જ ઉમદા હોય એવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો.
        ડિપાર્ટમેન્ટ ઓફ કેમેસ્ટ્રી એન્ડ ફોરેન્સિક સાયન્સ દ્વારા વર્ષો વર્ષ કેમ્પસ પ્લેસમેન્ટ ડ્રાઇવ ચલાવવામાં આવે છે કે જેમાં મોટાભાગના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અભ્યાસક્રમ પૂરો થાય તે પહેલા જ યુનિવર્સિટીમાંથી જ પ્લેસમેન્ટ મળી જાય તેવા સઘન પ્રયત્નો કરવામાં આવે છે, હાલમાં રસાયણ શાસ્ત્રનાં અનુસ્નાતક કક્ષાનો અભ્યાસ પુર્ણ કરનાર વિદ્યાર્થીઓ માટે ડિપાર્ટમેન્ટ દ્વારા સાત કંપનીઓનું પ્લેસમેન્ટ ડ્રાઇવ યોજવામાં આવી કે જેમાં 30 કરતાં પણ વધારે વિદ્યાર્થીઓનું જોબ પ્લેસમેન્ટ થયેલ છે.
છેલ્લા પાંચ વર્ષોમાં ડિપાર્ટમેન્ટ ઓફ કેમેસ્ટ્રી ઇન્ફોરેન્સિક સાયન્સ માંથી અભ્યાસ કરેલા 150 કરતાં પણ વધારે વિદ્યાર્થીઓને ભારતની તથા મલ્ટીનેશનલ ફાર્માસ્યુટિકલ કંપનીઓમાં તેમજ રિસર્ચ લેબોરેટરીમાં પ્લેસમેન્ટ મેળવી પોતાની ઉચ્ચ કારકિર્દીનું ઘડતર કરેલ છે
                                     
મહેશ કથિરીયા
બ્યુરો ચિફ જુનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed