


પોષણ પખવાડિયું ૨૦૨૫: ભરૂચ જિલ્લો
પ્રોટીનયુક્ત આહાર, THR (ટેક હોમ રાશન), માતૃશક્તિ, બાલશકિતના ફાયદા વિશે માતાઓ અને વાલીઓએ જાણકારી મેળવી
ભરૂચ જિલ્લામાં મહિલા અને બાળ વિકાસ વિભાગના આઈસીડીએસ કાર્યક્રમ હેઠળ પોષણ પખવાડિયા અંતર્ગત ભરૂચ જિલ્લાના તમામ તાલુકાઓની આંગણવાડી કેન્દ્રો ખાતે અન્નપ્રાસન દિવસ અને બાળ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમ અંર્તગત આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા પ્રોટીનયુક્ત આહાર, THR (ટેક હોમ રાશન) અને તેમાંથી મળતા વિટામિન્સ અને તેના ફાયદા જાણી ઘરમાં બનતી વાનગીઓમાં તેનો ઉપયોગ કરવા માટે સગર્ભા માતા અને વાલીઓને સમજ આપવામાં આવી હતી.
આ ઉપરાંત, આ કાર્યક્રમમાં 6 મહિના પૂર્ણ કરેલા બાળકોને ઉપરી આહારની શરૂઆત કરાવવામાં આવી હતી. ધાત્રી માતા અને સગર્ભા બહેનોને માતૃશક્તિ, બાલશકિતના ફાયદા વિશે માહિતી આપી તેનો નિયમિત ઉપયોગ કરવા સમજાવવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, પોષણ પખવાડિયામાં જન આંદોલનન થકી પોષણ અને આરોગ્ય વિશે જાગૃતિ ફેલાય તે માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે.
More Stories
દારૂ ભરેલી ગાડી બોડેલી રેલવે ફાટકના કોતર માં ખાબકી
માજી ધારાસભ્ય મહેશ વસાવાના ભાજપ ને રામ રામ…
પાવી જેતપુર તાલુકાના બોરધા ગામે પુત્રએ પિતાની કરી હત્યા હત્યા કરવામાં સગા કાકા એ મદદ કરી