

નર્મદા ડેમનું પાણી છેક કચ્છ-સૌરાષ્ટ્ર-કાઠીયાવાડ સુધી પહોંચ્યું અને ઉકાઇ ડેમનું પાણી છેક સુરત જીલ્લાના કોસંબા સુધી પહોંચ્યું હતું.જે આનંદની બાબત છે.પરંતુ બંને ડેમના પાણીના સાચા હકદાર આદિવાસી વિસ્તારના ખેડુતોને સિંચાઈ માટેનું એકટીપું પાણી મળ્યું નથી.જે કડવી વાસ્તવિક્તા છે.ભરૂચ જીલ્લાના નેત્રંગ,વાલીયા અને ઝઘડીયા અને નર્મદા જીલ્લાના ડેડીયાપાડા-સાગબારા તાલુકો ડુંગરાળ-પથ્થરાળ વિસ્તારમાં આવેલા માંડમાંડ પાણી મળે છે.સિંચાઈના પાણીના અભાવના કારણે ખેડુતોને ભારે હાડમારીનો સામનો કરવો પડે છે.
ભરૂચ સાંસદ મનસુખ વસાવાના પ્રયત્નોથી રાજ્ય સરકારે કરોડો રૂપિયાના ખર્ચે કરજણ સિંચાઈ યોજના હેઠળ કરજણ-વાડી પાઇપલાઇન યોજના મંજુર કરાવી હતી.પરંતુ સમયની સાથે વારંવાર યોજનામાં બદલાવ આવ્યો અને અમુક જ વિસ્તારમાં ખાડી-કોતરોમાં પાણી છોડવામાં આવે છે.અમુક વિસ્તારમાં સિંચાઈનું પાણી નહીં મળતા આદિવાસી વિસ્તારમાં અસંતોષ જણાઇ રહ્યો છે.જેમાં નેત્રંગ તાલુકાના ધોલેખામ ડેમાં કરજણ ઉદભવન સિંચાઇ યોજનાનું પાણી આપવાની સ્થાનિક રહીશો માંગ કરી રહ્યા છે.જેમાં ધોલેખામ ડેમમાં પાણી ઠાલવવામાં આવે તો ધોલેખામ,આંજોલી,રામકોટ,ઉંડી-કુરી,મોટમાલપોર, ગામના સિંચાઇ અને પીવા માટેનું પાણી આસાનીથી મળી શકે તેમ છે.
ઉલ્લેખનીય છે કે,ઉનાળાની સિઝનના પ્રારંભની સાથે જ ગરમીના પ્રકોપના કારણે નદી-નાળા,તળાવ,ચેકડેમ સહિત તમામ જળાશયોમાં પાણીના સ્તરમાં તેજગતિએ ઘટાડો થઇ રહ્યો છે.આવનાર ટુંક સમયમાં જ સિંચાઈ-પીવાના પાણી માટે ધરતીપુત્રો વલખા મારવા મજબુર બનશે તેવી ભીતિ સેવાઇ રહી છે.તેવામાં સરકારે કરોડોના ખર્ચે કરજણ યોજના પાછળ જે ખર્ચ કર્યો છે.તે વ્યાર્થ છે.
*વિજય વસાવા નેત્રંગ*
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી નાં રસાયણ શાસ્ત્ર વિભાગનાં સેમ-૪નાં વિદ્યાર્થીઓનો યોજાયો ફેરવેલ કાર્યક્રમ
ભરૂચ જિલ્લાનાં આંગણવાડી કેન્દ્રો ખાતે અન્નપ્રાસન દિવસ અને બાળ દિવસની ઉજવણી કરવામાં આવી
દારૂ ભરેલી ગાડી બોડેલી રેલવે ફાટકના કોતર માં ખાબકી