November 20, 2024

* નેત્રંગ તાલુકાના ગાલીબા ગામે સેવાસેતુનો કાયઁક્રમ સાંસદના અધ્યક્ષસ્થાને યોજાયો * ૧૧ ગામોના પ્રાથમિક પ્રશ્નોનો સ્થળ ઉપર જ નિકાલ કરાયો

Share to

નેત્રંગ તાલુકાના ગાલીબા ગામે ૧૦ તબક્કાના ૩ સેવાસેતુનો કાયઁક્રમ ભરૂચ લોકસભા સાંસદ મનસુખભાઇ વસાવાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.જેમાં ગાલીબા,વાલપોર,ફીચવાડા,કુંડ,બિલાઠા,વરખડી,ખરેઠા,યાલ,મોવી,વાંદરવેલી અને રૂપઘાટ ગ્રામજનોના આધારકાર્ડ,રેશનકાર્ડ,વૃદ્ધ-વિધવા પેન્શન,ભારત આયુષ્માન કાર્ડ અને રાજ્ય-કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણકારી યોજના લાભ ઘરઆંગણે આપવામાં આવ્યો હતો.

ભરૂચ સાંસદ મનસુખભાઈ વસાવાએ જણાવ્યું હતું કે,આદિવાસી સમાજના કલ્યાણ માટે રાજ્ય-કેન્દ્ર સરકાર વિવિધ યોજના અમલમાં મુકે છે.પરંતુ સારા ઉધોગ-ધંધામાં રોજગાર અને સારી નોકરી કરવી હોય તો શિક્ષણ ખુબ જ જરૂરી છે.આજના સમયમાં શિક્ષણ વગર કંઈપણ શક્ય નથી.વિધાથીઓના અભ્યાસ માટે સરકાર શિષ્યવૃતિ આપીને પ્રોત્સાહિત કરે છે.આદિવાસી સમાજનો સવૉગીં વિકાસ શિક્ષણથી થશે તેવું જણાવ્યું હતું.જે દરમ્યાન ભરૂચ જી.બાંધકામ ચેરમેન રાયસીંગભાઇ વસાવા,નેત્રંગ તા.પંચાયત પ્રમુખ વસુધાબેન વસાવા અને પદાધિકારીઓ-અધિકારીઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

*વિજય વસાવા નેત્રંગ*


Share to

You may have missed