November 30, 2024

ઝઘડીયા તાલુકાના રાણીપુરા ગામે કપરાજે આધેડ પર હુમલો કરી ઇજાગ્રસ્ત કર્યા

Share to

પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા DNS NEWS

ઇજાગ્રસ્ત આધેડની સારવાર દરમિયાન તબીબે ૧૭ જેટલા જમણા હાથે ટાંકા લીધા

ઝઘડિયા પંથકમાં અવારનવાર કપીરાજોના ઝઘડાના કારણે સામાન્ય જનતા તેના ક્રોધનો ભોગ બનવો પડે છે, ઝઘડિયાના મહાલક્ષ્મી મંદિર નજીકની એક વૃદ્ધ મહિલાને કપિરાજે ધક્કો મારી‌પાડી દઈ ફેક્ચર થવાની ઘટનાની શાહી સુકાઈ નથી ત્યારે ગતરોજ મોડી સાંજે ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામે કપિરાજો સામસામે ઝઘડતા હતા, કપિરાજોના ઝઘડા દરમિયાન પરભુભાઈ રેવલાભાઈ આહીર તેમના વાડામાં બેઠા હતા ત્યારે કપીરાજો ત્યાં આવી પહોંચ્યા હતા, તે પૈકીના એકે પરભુભાઈને જમણા હાથના ભાગે બચકું ભરી લોહી લુહાણ કરી નાખ્યું હતું, ઇજાગ્રસ્ત પરભુભાઈ ને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન તબીબો દ્વારા ઇજાગ્રસ્તના જમણા હાથે ૧૭ જેટલા ટાંકા લીધા હતા. અવારનવાર રાણીપુરા ગામમાં ઝઘડતા કપીરાજો બાબતે ઝઘડિયા આરએફઓ મીનાબેનને સંપર્ક કરી કપીરાજોને ઝડપી પાડવા રાણીપુરા ગામમાં અલગ અલગ સ્થળે પાંજરું ગોઠવવાની માંગણી કરી હતી, ઝઘડિયા વન વિભાગ દ્વારા કપિરાજોને ઝડપી પાડવા રાણીપુરા ગામમાં પાંજરૂ ગોઠવવાના પ્રયાસો હાથ ધર્યા છે


Share to

You may have missed