October 17, 2024

અમરેલીના લાઠી તાલુકાના અડતાળા ગામે સમસ્ત કથીરીયા પરિવારના કુળદેવી ખોડીયાર માતાજી મંદિરે 31 માં પાટોત્સવ અને યજ્ઞ નું ભવ્ય આયોજન તારીખ 9 1124 ના રોજ કરવામાં આવશે

Share to

અમરેલીના લાઠી તાલુકાના અડતાળા ગામે માંખોડીયાર ગાત્રાડ માં માતાજીનો ભવ્ય પાટોત્સવ ઉજવવા જઈ રહ્યો છે
અડતાળા ગામમાં ગુજરાત ભારના સમસ્ત કથીરિયા પરિવારના કુળદેવી ખોડીયાર માતાજી આવેલા છે જેમાં દર વર્ષે દિવાળી પછીની આઠમના રોજ યજ્ઞ અને પાટોત્સવનું આયોજન કરવામાં આવે છે એટલે કે તારીખ 9 11 2024 ના રોજ ભવ્યથી અતિ ભવ્ય સમસ્ત કથીરિયા પરિવાર દ્વારા આ યજ્ઞ અને પાટોત્સવનું આયોજન કરવામાં આવવાનું છે જેમાં લાખોની સંખ્યા દેશ વિદેશના કથીરિયા પરિવારના ભક્તો ભાગ લે છે આ 31 મો વાર્ષિક પાટોત્સવમાં આગલા દિવસે એટલે કે તા,8 11 2024 ના રોજ રાત્રે 9:00 કલાકે લોક ડાયરો રાખવામાં આવ્યો છે જેમાં ભજનીક કલાકાર નૈતિકભાઈ વ્યાસ ધવલભાઈ ઝાલા. સંગીત પ્રેમી મૌલિક બરવાલિયા લોક ગાયક પુજાબા ચૌહાણ તેમજ સાહિત્યકાર જયંતીભાઈ કથીરિયા ખાસ ભાગ લેવાના હોય મંદિરના ભુવા ઉમેશભાઈ કથીરિય દ્વારા ખાસ ગુજરાત ભરના સમસ્ત કથીરિયા પરિવારોને તારીખ 9 11 2024 ના યજ્ઞ અને પાટોત્સવમાં આ પ્રસંગે પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું છે આ પ્રસંગમાં ભજન ભોજન કીર્તન પ્રસાદી ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળશે

રિપોર્ટર, મહેશ કથિરીયા
દૂરદર્શી ન્યુઝ
અમરેલી


Share to

You may have missed