October 29, 2024

ઝગડીયા તાલુકામાં પોલીસ નોંધણી નહીં કરાવનાર 16 મકાન માલિકો વિરુદ્ધ ગુનો નોંધતી ઝગડીયા તાલુકા પોલીસ…

Share to

પ્રતિનિધિ / સતીશ વસાવા ઝગડીયા DNSNEWS

જીઆઈડીસી પોલીસે 8,તો ઝગડીયા પોલીસે 4 અને રાજપારડી પોલીસે 4 મકાન માલિકો વિરુદ્ધ જાહેરનામા ના ભંગ બદલ ગુના દાખલ કરવામાં આવ્યા…

ભરૂચ જિલ્લા માં બહારના રાજ્યોમાંથી આવતા કેટલાક અસામાજિક તત્વો અન્ય મકાન માલિકોના મકાનો ભાડે રાખીને રહેતા હોય છે. તેથી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા બહાર પડાયેલા જાહેરનામા મુજબ મકાન માલિકોએ પોતાના મકાનો પર પ્રાંતિય ઇસમોને ભાડે આપતા સમયે સ્થાનિક પોલીસમાં તેની નોંધ કરાવવાની હોય છે.

ઝઘડિયા તાલુકામાં પોલીસ દ્વારા વિવિધ સ્થળોએ તપાસ કરી જાહેરનામા ભંગ હેઠળ કુલ 16 મકાન માલિકો વિરૂધ્ધ ગુના દાખલ કર્યા હતા.ઝઘડિયા જીઆઇડીસી પોલીસે મકાન ભાડુઆત સંદર્ભે કુલ ૮ મકાન માલિકો વિરૂધ્ધ જાહેરનામા ભંગ હેઠળ ગુના દાખલ કર્યા હતા.જે મુજબ દધેડા ગામે મકાન માલિક સાબિરભાઇ રહે.કોસંબા જિ.સુરતના વિરૂધ્ધ જાહેરનામા ભંગના બે ગુના, દધેડા ગામે દલસુખ ચિમન વસાવા રહે.દધેડા તા.ઝઘડિયા, દધેડા ગામે નુરુલ જાકીર પટેલ રહે.ગામ દધેડા તા.ઝઘડિયા,દધેડા ગામે ભવન કરશનભાઇ પરમાર રહે.દધેડા તા.ઝઘડિયા,દધેડા ગામે કમલેશ વસાવા રહે.દધેડા તા. ઝઘડિયા,દધેડા ગામે મનુબેન વસાવા દધેડા તા.ઝઘડિયા,દધેડા ગામે અનિલ વસાવા દધેડા તા.ઝઘડિયાના જ્યારે ઝઘડિયા પોલીસે મકાન ભાડુઆત સંબંધી કુલ ૪ મકાન માલિકો વિરૂધ્ધ ગુના દાખલ કર્યા હતા. ઝઘડિયા સુલતાનપુરા ખાતે સમીમ મન્સુરી રહે. સુલતાનપુરા તા.ઝઘડિયા, ફુલવાડી ગામે જયવંતી વસાવા રહે.ફુલવાડી તા.ઝઘડિયા,ફુલવાડી ગામે સવિતા વસાવા રહે.ફુલવાડી તા.ઝઘડિયા,ફુલવાડી ગજેન્દ્રસિંહ જગમલસિંહ પરમાર રહે.ફુલવાડી તા.ઝઘડિયા જ્યારે પિપદરા ના ગંગારામ વસાવા રહે.પિપદરા તા. ઝઘડિયા,ગણેશ પટેલ રહે.રાજપારડી તા.ઝઘડિયા,સુનિલભાઇ વસાવા રહે.રાજપારડી તા.ઝઘડિયા તથા અબ્દુલગની મુર્તુજા વાઝા રહે રાજપારડીનો ના મળી તાલુકામાં મકાન ભાડુઆત સંદર્ભે કુલ ૧૬ મકાન માલિકો વિરૂધ્ધગુના નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.તાલુકામાં મકાન ભાડુઆત સંબંધી જાહેરનામા ભંગ હેઠળ એકસાથે ૧૬ મકાન માલિકો વિરૂધ્ધ ગુનો દાખલ કરવામાં આવતા નોંધણી ન કરાવનાર મકાન માલિકો માં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે…


Share to

You may have missed