November 30, 2024

SOU ખાતે નવું નજરાણું: વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત સર્કિટ હાઉસ, એકતા મોલ સહિતના પ્રવાસીય પ્રકલ્પો રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યા

Share to

સ્ટેચ્યુ ઓફ યુનિટીના આકાશી દ્રશ્યોનો અદભુત નજરો પ્રવાસીઓ માટે આકર્ષણરૂપસ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર સહિત વિવિધ પ્રકલ્પોને રોશનીથી શણગારાયા
રાજપીપલા,સોમવાર :- વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના 14મા મુખ્યમંત્રી તરીકે તા.7મી ઓક્ટોબર, 2001ના રોજ શપથ લીધા હતા. ગુજરાતની ધુરા સંભાળતાં જ તેઓએ સૌને વિકાસનો મંત્ર આપી સતત વિકાસના પથ પર આગળ વધતા રહ્યા હતા. દેશના પ્રધાનમંત્રી બન્યા બાદ પણ અનેક પડકારો વચ્ચે વિકાસયાત્રાને ધબકતી રાખી છે. તેઓશ્રીના જાહેર જીવનના 23 વર્ષ પૂર્ણ થવાના અવસરે તા.7થી 15મી ઓક્ટોબર દરમિયાન ભારત વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અનુલક્ષીને સ્ટેચ્યુ ઓફ યુનિટીના કેમ્પસમાં વિવિધ સ્થળો પર રંગબેરંગી લાઇટીંગથી સજાવવામાં આવ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના આકાશી દ્રશ્યોનો અદભુત નજરો પ્રવાસીઓ માટે આકર્ષણ કેન્દ્ર બન્યું છે, રાત-દિવસનો અલગ નજારો નજરે પડી રહ્યો છે.વડાપ્રધાનશ્રીના દૂરંદેશી વિચારોના કારણે નર્મદા જિલ્લામાં એકતાનગરના આંગણે નિર્માણ પામેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી, સરદાર વલ્લભભાઈ પટેલની સૌથી ઉંચી પ્રતિમાની સાથે સાથે અનેક નજરાણા ઉમેરવામાં આવ્યાં છે. કોઇ પ્રવાસી અહીં આવે તો ત્રણ દિવસ નિરાંતે તમામ નજરાણાની મજા માણી શકે તેવું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. સરદાર પટેલની પ્રતિમા પર સાંજે પ્રોજેકશન મેપીંગ શોનું આયોજન કરવામાં આવે છે. જેને જોવા માટે અહીં આવતા મુલાકાતીઓમાં વિશેષ આકર્ષણ જોવા મળતું હોય છે. હાલમાં વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર અને અન્ય પ્રકલ્પોને રોશનીના શણગારથી સજાવી પ્રવાસીઓ માટે વધુ એક આકર્ષણ ઊભું કરવામાં આવ્યું છે.રંગબેરંગી લાઇટની એકતાનગરમાં રોશનીસ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવતા મોટાભાગના લોકો સરદાર વલ્લભભાઇ પટેલના સ્ટેચ્યુની સાથે પરિસરના વિવિધ સ્થળોની પણ મુલાકાત લે છે. ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી તંત્ર દ્વારા પ્રવાસીઓના આકર્ષણ માટે તમામ સ્થળો પર મનમોહક રંગબેરંગી લાઇટીંગ લગાડવામાં આવી છે, જેનાથી પ્રવાસીઓને રાત્રીનો એક અલગ જ લાઇટીંગ વાળો નજરો જોવા મળી રહ્યો છે. લાઇટીંગની ભવ્યતાથી ઝગમગ બનેલું એકતાનગર પ્રવાસીઓ માટે અનેરા આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્થિત સર્કિટ હાઉસ, એકતા મોલ, જેનાથી ચારે બાજુ રંગબેરંગી વાતાવરણ બન્યું છે, ઉપરાંત સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથોસાથ વનરાજીથી આચ્છાદિત ટેકરી પર આવેલું વીવીઆઈપી સર્કિટ હાઉસ જ્યાંથી પ્રવાસીઓ રાત્રિ રોકાણ કરી એકતાનગરનો આહલાદક નજારો નિહાળી શકે છે તે સર્કિટહાઉસને પણ રંગબેરંગી લાઈટિંગથી સજાવવામાં આવ્યું છે. રાત્રિના સમયે એકતાનગરના માર્ગ ઉપરથી પસાર થતા પ્રવાસીઓ નર્મદા મૈયાના કિનારે આધ્યાત્મિક દિવ્યતા સાથે એકતાનગરની ભવ્યતાનો વિશેષ અનુભવ કરી રહ્યા છે.


Share to

You may have missed