ગુજરાત પોલીસમાં વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ CCTV કેમેરાનો ઉપયોગ કરી ઉત્કૃષ્ઠ કામગીરી કરનાર જીલ્લાઓને દર ત્રણ માસે એવોર્ડ એનાયત કરવાનું નક્કી કરવામાં આવેલ છે. જેમાં રાજ્યના પોલીસ વડાની કચેરી દ્રારા ગુજરાત રાજ્યના દરેક જીલ્લામાંથી સારી કામગીરીની દરખાસ્ત મંગાવી, કમિટી દ્વારા વિજેતાઓના નામ નક્કી કરી, Reward & Recognition Program હેઠળ એવોર્ડ એનાયત કરી, ગુજરાત રાજ્યના ડીજીપી શ્રી વિકાસ સહાય સાહેબના હરતે સન્માન કરી, સન્માન પત્ર એનાયત કરવામાં આવે છે. જૂનાગઢ રેંજના આઈ.જી.પી. શ્રી નિલેશ જાજડીયા સાહેબ તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા સાહેબ દ્વારા ગુજરાત સરકાર દ્વારા વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ CCTV કેમેરાનો મહત્તમ ઉપયોગ કરી શહેરમાં ટ્રાફીક નિયમન તથા બનતા કોઇ પણ ગુન્હાનો ભેદ ત્વરીત ઉકેલવા, કોઇ વ્યક્તિનો કીંમતી સામાન ગુમ થયેલ હોય, ક્યાંય ભુલી ગયેલ હોય તો ત્વરીત તે સામાન શોધી “પોલીસ પ્રજાનો મીત્ર છે- તે સુત્રને સાર્થક કરવા સૂચના આપેલ છે.
જે અંતર્ગત જૂનાગઢ હેડ કવા. ડી.વાય.એસ.પી. એ.એસ.પટણી સાહેબના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. પી.એચ મશરૂ અને ૨૯ પોલીસ સ્ટાફ તથા એન્જીનીયરશ્રીઓ ૨૪.૭ ફરજ બજાવે છે.
Reward & Recognition Program હેઠળ એવોર્ડ એનાયત કરવા સારુ ગુજરાત રાજ્યના ડી.જી.પી.શ્રી ની કચેરી ખાતે નિયુક્ત કરેલ કમીટી દ્રારા રાજ્યના તમામ જીલ્લા દ્વારા વર્ષ ૨૦૨૪ ના કવાર્ટર-૨ (તા. ૦૧/૦૪/૨૦૨૪ થી ૩૦/૦૬/૨૦૨૪ સુધીના) સમયગાળા દરમ્યાન CCTV કેમેરાનો ઉત્કૃષ્ઠ ઉપયોગ કરી કેસ ઉકેલવામાં મળેલ સફળતાની કામગીરીનુ મુલ્યાંકન કરવામાં આવેલ હતુ. મુલ્યાંકન બાદ કમીટી દ્વારા જુનાગઢ જિલ્લાની નેત્રમ શાખાને બનાવના ભેદ ઉકેલવાની કેટેગરીમાં ગુજરાત રાજ્યમાં દ્વિતીય નંબર આપવામાં આવેલ હતો. આમ જૂનાગઢ જિલ્લાની નેત્રમ શાખાને બનાવના ભેદ ઉકેલવાની કેટેગરીમાં ૧૩ મી વખત એવોર્ડ એનાયત કરવામાં આવેલ હતો. નેત્રમ શાખાના પી.એસ.આઇ. પી.એચ.મશરૂની ટીમના ટેકનીકલ ઓપરેટર પ્રતિકભાઇ કરંગીયાને ગાંધીનગર ખાતે ડી.જી.પી. શ્રી વિકાસ સહાય સાહેબ દ્વારા નેત્રમ શાખાને ૧૮ મી વખત એવોડ આપી સન્માનીત કર્યા હતા. વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત કુલ ૧૩ વખત કામગીરીનું મૂલ્યાંકન કરી એવોર્ડ આપવામાં આવેલ છે, જેમાં બનાવના ભેદ ઉકેલાવાની કેટેગરીમાં તમામ
વખત એવોર્ડ એનાયત કરવામાં આવેલ છે, તેમજ 3 વખત ઇ-ચલણની કામગીરીમાં નંબર મેળવેલ છે, અને ર વખત ઇ-કોપ એવોર્ડ મેળવેલ છે અને જૂનાગઢ પોલીસને ગર્વ અપાવેલ છે.
વર્ષ એપ્રીલ – ૨૦૨૧ થી જૂન – ૨૦૨૪ સુધી CCTV કેમેરાનો ઉપયોગ કરી જૂનાગઢ પોલીસ દ્વારા કુલ ૧૨૭૨ કેસના બનાવનો ભેદ ઉકેલવામાં સફળતા મળેલ છે જે ૧૨૭૨ કેસો પૈકી ૧૨૨૨ કેસો જૂનાગઢ જિલ્લાના અને ૫૦ જેટલા કેસો રાજકોટ, ગીર સોમનાથ, પોરબંદર, દેવ ભુમી દ્વારકા, જામનગર, બોટાદ. સુરેન્દ્રનગર, સુરતમાં બનેલ બનાવનો ભેદ જૂનાગઢ નેત્રમ શાખા દ્વારા ઉકેલાયેલ છે અને કુલ રૂ. ૫,૦૭,૮૧,૭૨૯/- (પાંચ કરોડ સાત લાખ એકાસી હજાર સાતસો ઓગણત્રીસ) નો મુદામાલ રીકવર કરી પ્રજાને સુપરત કરેલ છે.
વર્ષ એપ્રીલ – ૨૦૨૧ થી જૂન – ૨૦૨૪
કેસની વિગત હીટ & રન, કીડનેપીંગ,ગુમ થયેલ વ્યક્તિ,ખોવાયેલ વસ્તુઓ(મોબાઇલ ફોન, પાકીટ, રોકડ રૂપીયા, ડોક્યુમેન્ટસ વિગેરે)લુંટ/ સ્નેચીંગ ચોરી,(વાહન રોકડ રૂપીયા, સોનાના દીગીના ,ખુનની કોશીષ,પ્રોહીબીશન, આપઘાત, છેતરપીંડી બધા મળીને કુલ
૧૨૭૨
જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતાના સીધા માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખા કાર્યરત છે અને નેત્રમ શાખામાં પી.એસ.આઇ. પી.એચ. મશરૂ, ટેકનીકલ ઓપરેટર પ્રતિકભાઇ કરંગીયા, એ.એસ.આઇ. વર્ષાબેન વઘાસીયા, હે.કો. રામશીભાઈ ડોડીયા, પો.કોન્સ. રાહુલગીરી મેઘનાથી, વિક્રમભાઇ જીલડીયા. જાનવીબેન પટોડીયા. હરસુખભાઇ સીસોદીયા, શિલ્પાબેન કટારીયા, હાર્દીકસિંહ સીસોદીયા, અંજનાબેન ચવાણ, પાયલબેન વકાતર, તરૂણભાઇ ડાંગર, ગિરીશભાઇ કલસરીયા, વિજયભાઇ છૈયા, સુખદેવભાઈ કામળીયા, રૂપલબેન છૈયા, નરેન્દ્રભાઇ દયાતર, દક્ષાબેન પરમાર, પ્રજ્ઞાબેન જોરા, ખુશ્બુબેન બાબરીયા, મિતલબેન ડાંગર, એન્જીનીયર રૈયાઝ અંસારી, મસઉદઅલીખાન પઠાણ, નિતલબેન મહેતા, કીસનભાઈ સુખાનંદી, ધવલભાઇ રૈયાણી, જેમીનભાઈ ગામી, સતિષભાઇ ચૌહાણ એમ કુલ ૨૯ સ્ટાફ દ્વારા CCTV કેમેરાથી ૨૪.૭ મોનીટરીંગ કરી અને કામગીરી કરવામા આવે છે.
જૂનાગઢ નેત્રમ શાખાના પી.એસ.આઇ. પી.એચ.મશરૂ અને તેમની ટીમને અગાઉ માહે જાન્યુ ૨૦૨૧માં, ઓગષ્ટ ૨૦૨૧, ડિસેમ્બર – ૨૦૨૧, એપ્રીલ – ૨૦૨૨ (બનાવના ભેદ ઉકેલવાની કેટેગરી તેમજ ઇ-ચલણની એમ બંને કેટેગરીમાં), જૂન – ૨૦૨૨, સપ્ટેમ્બર -૨૦૨૨ (બનાવના ભેદ ઉકેલવાની કેટેગરી તેમજ ઇ-ચલણની એમ બંને કેટેગરીમાં), ડીસેમ્બર -૨૦૨૨, ફેબ્રુઆરી – ૨૦૨૩, એપ્રીલ – ૨૦૨૩ અને જુલાઇ ૨૦૨૩, સપ્ટેમ્બર -૨૦૨૩ (બનાવના ભેદ ઉકેલવાની કેટેગરી તેમજ ઇ-ચલણની એમ બંને કેટેગરીમાં), ફેબ્રુઆરી – ૨૦૨૪ (બનાવના ભેદ ઉકેલવાની કેટેગરીમાં), જુન – ૨૦૨૪ (બંને કવાર્ટરમાં બનાવના ભેદ ઉકેલવાની કેટેગરીમાં), ઓક્ટોબર – ૨૦૨૪ (બનાવના ભેદ ઉકેલવાની કેટેગરીમાં) પણ ડી.જી.પી. શ્રી દ્વારા એવોર્ડ એનાયત કરી સન્માનીત કરવામાં આવેલ હતા. આમ જૂનાગઢ નેત્રમ શાખાની સમગ્ર ટીમને ડી.જી.પી. શ્રી દ્વારા ફક્ત ૩.૫ વર્ષના અંતરે ૧૮ – ૧૮ વખત શ્રેષ્ઠ કામગીરી કરવા સારૂ એવોર્ડ આપી સન્માનીત કરવામાં આવેલ છે.
જૂનાગઢ જીલ્લા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે કાર્યરત નેત્રમ શાખા દ્રારા વર્ષ ૨૦૨૪ ના
ક્વાર્ટર-૨ (તા. ૦૧/૦૪/૨૦૨૪ થી ૩૦/૦૬/૨૦૨૪ સુધીના) સમય ગાળા દરમ્યાન CCTV કેમેરાનો
ઉપયોગ કરી બનાવનો ભેદ ઉકેલવામાં ડી.જી.પી. શ્રી વિકાસ સહાય સાહેબના હસ્તે સમગ્ર ગુજરાત રાજ્યમાં
એવોર્ડ મેળવેલ અને જૂનાગઢ પોલીસનુ ગૌરવ વધારતા નેત્રમ શાખાના પી.એસ.આઇ. પી.એચ.મશરૂ અને
તેમની સમગ્ર ટીમને જુનાગઢ રેંજના આઈ.જી.પી. શ્રી નિલેશ જાજડીયા સાહેબ, જૂનાગઢ જીલ્લા પોલીસ વડા
શ્રી હર્ષદ મહેતા સાહેબ તથા જૂનાગઢ હેડ કવા. ડી.વાય.એસ.પી. એ.એસ.પટણી સાહેબ, જૂનાગઢ ડીવીઝનના
ડી.વાય.એસ.પી. શ્રી એચ.ડી.ધાંધલીયા સાહેબ કેશોદ ડી.વાય.એસ.પી. શ્રી બી.સી.ઠક્કર સાહેબ તથા માંગરોળ
ડીવીઝનના ડી.વાય.એસ.પી. શ્રી ડી.વી.કોડીયાતર સાહેબ, ડી.વાય.એસ.પી. શ્રી નીકીતા શીરોયા સાહેબ દ્વારાપણ અભિનંદન આપવામાં આવેલ છે…
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
More Stories
ભરૂચના નવા અધ્યાયની શરૂઆત! ભરૂચના કલેક્ટર તુષાર સુમેરાની રાજકોટમાં મ્યુનિસિપલ કમિશનર તરીકે બદલી થયા છે, અને તેમની જગ્યાએ ગૌરાંગ મકવાણા ભરૂચના નવા કલેક્ટર તરીકે નિમણૂક પામ્યા છે.
🌸બ્રેકિંગ : ભરૂચ કલેક્ટર તુષાર સુમેરાની મ્યુનિસિપલ કમિશનર, રાજકોટ તરીકે બદલી
રાજપીપળા – ડેડીયાપાડા હાઈવે ઉપર ખામર નો ટર્નિંગ મૌત ના ટર્નીગ સમાન