નાગરિકોના પ્રશ્નોનું ત્વરિત નિરાકરણ લાવવા શ્રી અનિલ ધામેલીયાએ સંબંધિત અધિકારીઓને સૂચનો કર્યા
છોટાઉદેપુર જિલ્લા સેવા સદનના સભાખંડ ખાતે શ્રી અનિલ ધામેલીયાના અધ્યક્ષસ્થાને યોજાયેલા જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં (અરજદારોના વિવિધ વિભાગના પ્રશ્નો જેવા કે વીજળી-પાણી) રજૂ થયેલા પ્રશ્નો અને મુદ્દાઓને તેમજ રજૂઆતોને સાંભળીને અજરદારોની અરજીઓનું ત્વરિત ધોરણે નિકાલ આવે તે માટે સંબંધિત અધિકારીઓને રચનાત્મક સૂચનો કર્યો હતા.
અરજદારોના પ્રશ્નોને વાચા આપવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સક્રિય રીતે પ્રયાસો કરવામાં આવે છે. સ્વાગત કાર્યક્રમ જેવા પ્લેટફોર્મના માધ્યમથી અરજદારો પોતાના પ્રશ્નો રજૂ કરે છે, જ્યાં તેઓના પ્રશ્નોને ધ્યાનથી સાંભળીને વહીવટી તંત્રના અધિકારીઓ પ્રજા માટે સંવેદનશીલ અભિગમ સાથે કામગીરી કરે છે.
આ સ્વાગત કાર્યક્રમમાં નાયબ કલેક્ટર શ્રી , નિવાસી અધિક કલેકટર શ્રી સહિત પ્રશ્નો સાથે સંકળાયેલા વિવિધ સંબંધિત વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર