October 1, 2024

બોડેલીમાં મફત કાનૂની સહાય અને સેવા અંતર્ગત ખત્રી વિદ્યાલયમાં વિદ્યાર્થીનીઓ માટે માર્ગદર્શન સેમીનાર યોજાયો

Share to

અત્રેની શાળામાં તા.25/09/2024 ના રોજ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, છોટાઉદેપુર અને તાલુકા કાનૂની સેવા સમિતિ , બોડેલી દ્વારા શાળામાં અભ્યાસ કરતી અંદાજિત 150 વિદ્યાર્થીનીઓને ખત્રી ખુશ્બુબેન (LADC Assistant) , ખત્રી અસ્માબેન ((LADC Assistant), રાઠવા રેખાબેન (PLV) દ્વારા સાક્ષરતા જાગૃતિ , છોકરીઓ માટે સગીર અંગેના કાયદાઓ, ‘Juvanial Justice Act 2015 ‘ વિશે વિસ્તૃત માહિતી આપી વિદ્યાર્થીનીઓને માહિતગાર કરવામાં આવ્યા. આ કાર્યક્રમમાં વર્તમાન સમયમાં છોકરીઓ સામે કેટલીક પડકારરૂપ સમસ્યાઓ આવી રહી છે, રોજ બરોજ છોકરીઓ સાથે અનેક પ્રકારની ઘટનાઓ બનતી હોય છે જે અંતર્ગત છોકરીઓએ કઈ રીતે પોતાનો સ્વ- બચાવ કરવો અને પોતાની જાતને કઈ રીતે સુરક્ષિત રાખવી તેની સચોટ માહિતી આપવામાં આવી. આ સફળ કાર્યક્રમના અંતે શાળાના આચાર્યશ્રી યુ.વાય. ટપલા દ્વારા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો.

ઈમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર


Share to

You may have missed