December 4, 2024

જુનાગઢ પોલીસ હેડક્વાર્ટર ખાતે સુરક્ષા સેતું અંતર્ગત એસ.પી.સી. પ્રોજેક્ટના બાળકોનો બિન નિવાસી કેમ્પનું ત્રિદિવસીય આયોજન કરવામાં આવ્યું  જુદી જુદી શાળાના 162 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યા

Share to

રાજ્ય કક્ષાના નોડલ અધિકારી અને મેનેજીંગ ડીરેક્ટર હસમુખ પટેલ સાહેબશ્રીની તથા જૂનાગઢ રેન્જનાં પોલીસ મહાનિરીક્ષકશ્રી નિલેશ જાજડીયા સાહેબની સુચના તથા જુનાગઢ પોલીસ અધિક્ષકશ્રી હર્ષદ મહેતા સાહેબના માર્ગદર્શન મુજબ જીલ્લામાં સુરક્ષાસેતુ અંતર્ગત એસ.પી.સી. (સ્ટુડન્ટ પોલીસ કેડેટ) પ્રોજેક્ટ કાર્યરત હોય જેમાં એસ.પી.સી.ના બાળકોને તા.૨૧/૦૯/૨૦૨૪ થી તા.૨૩/૦૯/૨૦૨૪ સુધી ત્રિદિવસીય બિન નિવાસી કેમ્પનું પોલીસ હેડક્વાટર જુનાગઢ ખાતે આયોજન કરવામાં આવેલ હતુ.

આ કેમ્પ દરમ્યાન જુનાગઢ શહેરના એસ.પી.સી. (સ્ટુડન્ટ પોલીસ કેડેટ) પ્રોજેક્ટ હેઠળ આવતી જુદી- જુદી શાળાના કુલ – ૧૬૨ વિદ્યાર્થીઓએ ભાગ લીધે હતો જેમાં જુનાગઢ પોલીસ વિભાગના માઉટેન્ડ (અશ્વદળ) તથા પોલીસ બેન્ડ સાથે ઉપરોક્ત કેમ્પમાં આવેલ વિદ્યાર્થીઓનુ સ્વાગત કરવામાં આવેલ ત્યારબાદ પોલીસ અધિક્ષકશ્રી દ્વારા શાબ્દિક સ્વાગત કરી સમગ્ર કેમ્પ વિશે માહિતગાર કરવામાં આવેલ તેમજ વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરી જરૂરી માર્ગદર્શન પુરૂ પાડવામાં આવેલ ત્યારબાદ કાર્યક્રમ મુજબ કેમ્પનુ આયોજન કરવામાં

આવેલ.


તા.૨૨/૦૯/૨૦૨૪ ના રોજ જુનાગઢ પોલીસના સંકલનમાં રહી કે.જે. હોસ્પીટલ દ્વારા હેપી સ્ટ્રીટ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવેલ હોય જેમાં આ એસ.પી.સી.ના બાળકોને મુલાકાત કરાવેલ અને અત્રેના જીલ્લાના માઉન્ટેડ શાખા તથા બેન્ડ વિભાગ તથા જીલ્લાના મહિલા પ્લાટુન સાથે રહી માર્ચ પરેડનું આયોજન કરવામાં આવેલ જેમાં એસ.પી.સી.ના બાળકોએ ભાગ લીધેલ હતો તેમજ આ સમગ્ર કેમ્પ દરમ્યાન બાળકોને વાંચનની ટેવ, સુટેવના ઘડતર, પોતાના રોલ મોડલ વિશે વાર્તાલાપ કરેલ અને આ કેમ્પ દરમ્યાન અવનવી પ્રવૃતિઓ કરાવવામાં આવેલ હતી.

આ સમગ્ર ત્રિદિવસીય બિન નિવાસી કેમ્પ દરમિયાન કેમ્પમાં આવેલ તમામ વિદ્યાર્થીઓ માટે નાસ્તાની તથા જમવાની વ્યવસ્થા કરેલ હતી તેમજ કેમ્પ પુર્ણ થતા તમામ વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધે તેમજ પ્રોત્સાહન મળી રહે તે માટે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવેલ હતા.

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to