કવાંટ તાલુકાના પાનવડ થી ચલામલીને જોડતા રસ્તાના નવીનીકરણ અને સ્ટ્રક્ચરના કામનો શુભારંભ ખાટીયાવાંટ ખાતે આજરોજ જેતપુર પાવીના ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાના વરદ હસ્તે કરવામાં આવ્યો આ પ્રસંગે હાજર રહી ભાજપની રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો અને પ્રજાની સુખાકારી માટે ભાજપની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે લીધેલા પગલાઓથી પ્રજાજનોને માહિતગાર કર્યા સાથે છોટાઉદેપુર જિલ્લા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ ઉપેન્દ્ર ભાઈ રાઠવા જિલ્લા પંચાયત સભ્ય સુરેશભાઈ રાઠવા, તાલુકા પંચાયત પ્રમુખ મિલનભાઈ રાઠવા, જયેશભાઈ રાઠવા,તાલુકા પંચાયત સભ્ય દિનેશભાઈ, સંદીપભાઈ રાઠવા, જગદીશભાઈ,સરપંચ તખતસિંહ, વિનુભાઈ, અશોકભાઈ, ઇન્દ્રસિંહભાઈ, નિલેશભાઈ સહિત અધિકારીઓ અને પ્રજાજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા…
ઇમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર