October 11, 2024

નેત્રંગ પંચાયત હસ્તક ની વર્ષો જુની દુકાનની દિવાલ ધરાશાયી થતા ટપાલ પેટીના માથે જોખમ. નગરમા પોસ્ટ વિભાગ ની સમ ખાવા પુરતી એક જ ટપાલ પેટી બચી છે.

Share to

નેત્રંગ. તા.૧૯-૦૯-૨૦૨૪

નેત્રંગ નગરમા થયેલ ભારે વરસાદના કારણે ગ્રામ પંચાયત સેવાસદન ની બાજુમા ગાંધીબજાર વિસ્તારમા આવેલ પંચાયત હસ્તક ની વર્ષો જુની દુકાન ની દિવાલનો એક ભાગ ધરાશાયી થતા દિવાલના એક છેડે પોસ્ટ વિભાગ થકી ફીટ કરવામા આવેલ ટપાલ પેટી વાળી દિવાલ પણ ગમે તે સમય ધરાશાયી થાય તેવી હાલતમા હોવાને લઇ ને નગરમા સમ ખાવા પુરતી એક જ ટપાલ પેટી જોવા મળી રહી છે, તે પણ જો દિવાલ ધરાશાયી થાય તો તુટી જાઇ તેમ લાગી રહ્યુ છે.
તેવા સંજોગોમા નેત્રંગ ગ્રામપંચાયતના તલાટી તેમજ સતાધિશો વર્ષો જુની દુકાનની દિવાલો તોડી પાડી હટાવી લેવામા આવે તો વળાંક વારો રસ્તો પોહોળો થશે જેને લઈ ને અહિયા થી પસાર થતા વાહન ચાલકોથી લઇ ને આમ રાહદારીઓને રાહત થાય તેમ છે. પોસ્ટ વિભાગ પણ આ ટપાલ પેટીને ગ્રામપંચાયત ના મુખ્ય દરવાજાની બાજુમા ફીટ કરવાની તાજવીજ કરે તેવી લોકોની માંગ છે.

*વિજય વસાવા નેત્રંગ*


Share to

You may have missed