September 19, 2024

બોડેલી એસ,ટી ડેપો ખાતે સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત અલી ખેરવા પંચાયત ના તલાટી ની ઉપસ્થિતિમાં સાફ-સફાઈ કરવામાં આવી

Share to

સ્વચ્છતા હી સેવા અભિયાનનો શુભારંભ બોડેલી એસ.ટી ડેપો ખાતે બોડેલી તાલુકાના ખેરવા ગ્રામ પંચાયત ના તલાટી ,સરપંચ , પંચાયતના સભ્ય , બોડેલી એસટી ડેપોના મેનેજર એ,ટી,આઈ ની ઉપસ્થિતિમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં બોડેલી એસટી ડેપો ખાતે એસટી ડેપોના કમ્પાઉન્ડમાં સાફ-સફાઈ હાથ ધરવામાં આવી હતી ભારત સરકાર દ્વારા 2જી ઓકટોબરના રોજ મહાત્મા ગાંધીજીની જન્મજયંતિએ શ્રદ્ધાંજલિ આપવા સમગ્ર ભારતમાં સ્વચ્છ ભારત દિવસની ઉજવણીના ભાગરૂપે સ્વચ્છ ભારત મિશન હેઠળ 17 સપ્ટેમ્બરથી સ્વચ્છતા અભિયાન હાથ ધરવામ આવ્યું છે ત્યારે બોડેલી એસટી ડેપો ખાતે સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત અલી ખેરવા તલાટી સાહેબની ઉપસ્થિતિમાં સાફ-સફાઈ કરવામાં આવી હતી

ઇમરાન મન્સૂરી બોડેલી છોટાઉદેપુર


Share to