*રાજ્ય સરકારના વિશેષ આયોજનનો અને વાતાવરણ થકી જ ગુજરાત અને દેશને અનેક યુવા પ્રતિભાઓ સાંપડી છે – ધારાસભ્ય, શ્રી ઈશ્વરસિંહ પટેલ
*
યોજાયેલી સ્પર્ધામાં ૩૩ જેટલી શાળાના ૯૦૦ ઉપરાંત બાળકોએ લીધો હોંશભેર ભાગ*
****
ભરૂચ – ગુરુવાર – રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા પ્રેરીત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ભરૂચના ઉપક્રમે જિલ્લા કક્ષા યુવા ઉત્સવ, જિલ્લા કક્ષા બાળ પ્રતિભા શોધ અને બાળ નૃત્ય નાટીકા તેમજ જિલ્લા કક્ષા નવરાત્રિ રાસ ગરબા સ્પર્ધાનું આયોજન અંકલેશ્વર મા શારદા ભવન હોલ, ખાતે ધારાસભ્ય શ્રી ઈશ્વરસિંહ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. જેમાં બાળ પ્રતિભા શોધ અને બાળ નૃત્ય નાટીકા તેમજ જિલ્લા કક્ષા નવરાત્રિ રાસ ગરબા સ્પર્ધામાં બાળકો સામેલ થયા હતા.
આ પ્રસંગે, મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.
આ પ્રસગે ધારાસભ્ય, શ્રી ઈશ્વરસિંહ પટેલ દ્નારા પ્રાસંગિગ ઉદબોધન વેળાએ, બાળ પ્રતિભા શોધ, બાળ નૃત્ય નાટીકા તેમજ જિલ્લા કક્ષા નવરાત્રિ રાસ ગરબા સ્પર્ધામાં ભાગ લેનારા તમામ સ્પર્ધકો, આયોજકો અને શિક્ષકોને શુભકામનાઓ પાઠવી ઉજ્વળ ભવિષ્યની કામના કરી હતી. અને કહ્યું હતું કે, તમામ બાળકોમાં કોઈને કોઈ સર્જનાત્મક ગુણ રહેલા છે. આ પ્રકારના વિશેષ આયોજનનો અને વાતાવરણ થકી જ ગુજરાત અને દેશને અનેક યુવા પ્રતિભાઓ સાંપડી છે. ગુજરાત સરકાર દ્નારા આયોજીત ખેલમહાકુંભ તેનું ઉત્તમ ઉદાહરણ છે. આ ખેલમહાકુંભના સથવારે એશિયન ગેમ્સમાં મેડલ લાવનારી સરિતા ગાયકવાડ અને તેના જેવી પ્રતિભા દાખવાનારો માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. સરિતા ગાયકવાડના જિવનલક્ષી સંભારણાઓ વાગોળી સ્પર્ધાકોને તેમણે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
બાળકોમાં રહેલી પ્રતિભાઓ અને સર્જનાત્મકતા બહાર લાવવા આવા કાર્યક્રમો જીવનમાં અનેરો ભાગ ભજવતા હોય છે. ત્યારે શાળામાં યોગ્ય વાતાવરણ મળે અને બાળકોમાં રહેલી પ્રતિભાને બહાર લાવવા શિક્ષકો મહત્તમ ભાગ ભજવે તેવો અનુરોધ તેમણે કર્યો હતો.
બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં લોક નૃત્ય, સમુહગીત તથા લોકવાદ્ય સંગીતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ સ્પર્ધકોએ અવનવા લોકગીતો પર ઉપસ્થિતોને મન મુકીને ડોલાવ્યા હતા.
તમામ સ્પર્ધામાં બાળકોએ પોતાના તન, મન અને ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. બાળકોના વાલીઓએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા આવી સ્પર્ધાઓનું આયોજન થવાથી અમારા બાળકોને પણ એક નવું પ્લેટફોર્મ મળી રહે છે. જે બદલ તેમણે પણ સરકારનો આભાર માનીએ છીએ.
જિલ્લા કક્ષા બાળ પ્રતિભા શોધ અને બાળ નૃત્ય નાટીકા તેમજ જિલ્લા કક્ષા નવરાત્રિ રાસ ગરબા સ્પર્ધામાં ભરૂચ જિલ્લાની ૩૩ જેટલી અલગ-અલગ શાળાઓના ૯૦૦ થી પણ વધુ વિદ્યાર્થીઓએ હોંશભેર ભાગ લઈ હીર ઝળકાવ્યું હતું. સમગ્ર કાર્યક્રમમાં રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગની ટીમે ભારે જહેમત ઉઠાવીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
આ કાર્યક્રમાં અંકલેશ્વર પ્રાંત અધિકારીશ્રી ભવદિપસિંહ જાડેજા, જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી મીતાબેન ગવલી, અંકલેશ્વર મામલદારશ્રી કરણસિંહ રાજપૂત, કોલેજના આચાર્ય શ્રી એસ. કે. નંદા, જીનવાલા સ્કુલના આચાર્ય ઈશ્વરસિંહ પરમાર, પૂર્વ તાલુકા પંચાયત ઉપપ્રમુખ અને પંડવાય સુગરના વાઈસ ચેરમન શ્રી અનિલ પટેલ, નિર્ણાયક સભ્યશ્રીઓ, વિવિધ શાળામાંથી આવેલા સ્પર્ધકો, બાળકો અને શિક્ષકો અને વાલીમિત્રોની ઉપસ્થિત રહ્યા હતા.
More Stories
જીસીઈઆરટી ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ ના માર્ગદર્શન હેઠળ નેત્રંગ તાલુકામાં ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન તથા તાલુકા કક્ષાના કલા મહોત્સવનું પ્રાથમિક શાળા જુના નેત્રંગ ખાતે બીઆરસી કોર્ડીનેટર સુધાબેન વસાવા અને યજમાન શાળાના આચાર્યશ્રી પ્રવીણભાઈ ગોહિલ દ્વારા અને નેત્રંગ તાલુકાના લાયઝન અધિકારી શ્રી ચંદ્રકાંતભાઈ વસાવા ના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યું
જૂનાગઢમાં ૮૨ વર્ષના દાદાના રોજીંદુ જીવન નીર્વાહ કરવા માટે અગત્યની એવી દાતની બત્રીસી તથા અન્ય સામાન સહિતનું રૂ. ૩૫,૦૦૦/- ની કિંમતનું પર્સ ખોવાતા જુનાગઢ પોલીસે તાત્કાલિક શોધીને સિનિયર સિટીઝન અરજદારને પરત કર્યું
જૂનાગઢ શહેર તથા જિલ્લામાં નવરાત્રી તહેવાર દરમ્યાન ટ્રાફીક નિયમન” ડ્રાઇવની જૂનાગઢ પોલીસની કાર્યવહી