નેત્રંગ. તા.૧૯-૦૯-૨૪
નેત્રંગ-રાજપીપલા રોડ પર આવેલ આગાખાન સંસ્થા દ્રારા આદિવાસી યુવક-યુવતીઓને રોજગારીની તકપુરી પાડવા તેમજ સફળ ભવિષ્ય માટે પ્રેરણા મળી રહે તેવા મુખ્ય હેતુને લઈને ૧૮મીના રોજ મેગા જોબફેરનુ આયોજન કરવામા આવ્યુ હતુ.
આ મેગા જોબફેરનુ ઉધધાટન નેત્રંગ પોલીસ સ્ટેશન ના પીઆઇ આર સી વસાવાના વારદ હસ્તે કરવામા આવ્યુ હતુ. આ પ્રસંગે નેત્રંગ કોલેજના ડૉ જશવંત રાઠોડ, નેત્રંગ તાલુકા પંચાયતના વિસ્તરણ અધિકારી યોગેશ પવાર ખાસ ઉપસ્થિત રહીને ત્રણે મહાનુભાવો હાજર રહેલા આદિવાસી યુવક-યુવતી ઓને રોજગારીની સાથે સાથે સફળ ભવિષ્ય માટે પોતાના અનુભવો તેમજ અન્ય માહિતીઓ આપી પોત્સાહિત કયાઁ હતા.
આ મેગા જોબફેરમાં નેત્રંગ પંથકના ૨૦૦ જેટલા આદિવાસી યુવક-યુવતીઓએ ભાગ લીધો હતો.જેમા ૭૪ ટકા થી વધુ ઉમેદવારોની પસંદગી વિવિધ પ્રતિષ્ઠિત કંપનીઓમ થઇ છે.
*વિજય વસાવા નેત્રંગ*
More Stories
જૂનાગઢ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા પરીક્ષા અનુસ્નાતક કક્ષાએ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થયો
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.
જૂનાગઢની વિનય ઈન્ડસ્ટ્રીઝ દ્વારા કર્મચારીઓ અને કામદારો માટે મેડિકલ કેમ્પ યોજાયો સો જેટલા દર્દીઓએ સારવાર લીધો