December 5, 2024

ચંદ્રવાણ થી મહિલા બુટલેગર વિદેશીદારૂના જથ્થા સાથે ઝડપાઇ.

Share to

નેત્રંગ. તા.૧૯-૦૯-૨૦૨૪

નેત્રંગ પોલીસ સ્ટેશનના અ.હે.કો રાજેશભાઈ ગવલીયાભાઈ વસાવા તેમજ સ્ટાફ તા.૧૮મીના રોજ નેત્રંગ પોલીસ સ્ટેશન વિસ્તારમા પોહીબીશન/જુગાર અંગેની વોચ તપાસમાં હતા, તે દરમિયાન ચોક્કસ બાતમીદાર થી બાતમી મળી હતી, કે ચંદ્રવાણ ગામે નિશાળ ફળીયામા રહેતી કુંતા રવિન્દ્ર ઉફે ટેટીયો વસાવા પોતાના ધરે ઈગલીંશ દારૂ લાવી છુટક વેચાણ કરે છે, જે બાતમી આધારે રેડ કરતા ધરની બાજુમા આવેલ ખુલ્લી અડાળીના ભાગે ચેક કરતા ચુલાની બાજુમાં મુકેલ પરચુરણ સામાની ઓથમાં સંતાડેલ વિદેશી દારૂના કોટરીયા નંગ ૨૮ જેની કિંમત ૨૮૦૦/= ના મુદામાલ સાથે મહિલા બુટલેગર કુંતા વસાવાની અટકાયત કરી પોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

*વિજય વસાવા નેત્રંગ*


Share to

You may have missed