October 12, 2024

ઝઘડિયા તાલુકાના એક ગામે યુવતીની છેડતી કરનાર ઇસમને  કહેવા જતા ચાર ઇસમોએ યુવતીના પિતાને માર માર્યો…

Share to

રિપોર્ટર / સતીશ વસાવા DNSNEWS ઝગડીયા

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના એક ગામની યુવતીની છેડતી કરનાર ઇસમને કહેવા જતા આ ઇસમનું ઉપરાણું લઇને અન્ય ત્રણ ઇસમોએ યુવતીના પિતાને માર માર્યો હોવા બાબતની ફરિયાદ પોલીસમાં નંધાવવામાં આવી હતી.


પોલીસ ફરિયાદ મુજબ મળતી વિગતો અનુસાર ઉપેન વસાવા નામનો ઇસમ આ ભોગ બનનાર છોકરીનો હાથ પકડીને છેડતી કરતો હોઇ છોકરીની માતાએ તેના પતિને બુમ પાડીને બોલાવ્યો હતો. છોકરીને કેમ હેરાન કરે છે? એમ ઉપેન વસાવાને પુછતા તે ગાળો બોલીને ઝપાઝપી કરવા લાગ્યો હતો,આ દરમિયાન ઉપેનનું ઉપરાણું લઇને મહેશ વસાવા,અપ્પુ વસાવા તેમજ રાહુલ વસાવા નામના ઇસમો પણ ત્યાં દોડી આવ્યા હતા અને ભોગ બનનાર છોકરીના પિતાને ધક્કો મારીને નીચે પાડી દીધો હતો અને ઢિકાપાટુનો માર મારવા લાગ્યા હતા. ત્યારબાદ અન્ય વ્યક્તિઓએ વચ્ચે પડીને તેને છોડાવ્યો હતો. ઉપરાંત ત્યારબાદ યુવતીના પિતાને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ઘટના સંદર્ભે ઉમલ્લા પોલીસે ભોગ બનનાર છોકરીના પિતાની ફરિયાદ મુજબ ઉપરોક્ત ચારેય ઇસમો સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી…


Share to