જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના છોડવડી, વાંદરવડ, ધારીગુંદાળી, ત્રણ ગામમાં ખેડૂતોને ધીરાણ આપતી સહકારી બેંક માંથી 10 મહિના પહેલા ખેડૂતોના ખાતામાંથી પ્રમુખ અને મંત્રી દ્વારા 14 કરોડથી વધારેની ઉચાપત કરવામાં આવી હતી જેમાં પોલીસ કેસ કરવામાં આવ્યો હતો અને પોલીસ દ્વારા આરોપીને પકડી પણ પાડવામાં આવ્યા હતા હાલ જામીન ઉપર આરોપીઓ છૂટી ગયા છે આ સેવા સહકારી બેંક માં મોટાપાયે કૌભાંડ આચરવામાં આવ્યું હતું જેમાં છોડવડી ગામની સહકારી મંડળી બેંકમાં 70 થી 80 ખેડુત સભાસદોના ખાતામાંથી 5 થી 50 લાખ સુધીની રકમની ગેરકાયદેસર રીતે ઉપાડીને ઉચાપત કરી હતી જેમાં બેંક તરફથી ગામના બે સભાસદોને રૂપિયાની ભરપાઈ કરવા નોટિસ આપવામાં આવેલી હતી બે સભાસદોને ટેન્શન આવતા હૃદય બેસી જવાથી હાર્ટ એટેક આવી જતા મૃત્યુ પામ્યા હતા અને હાલ ઘણા બધા ખેડૂત સભાસદો ખૂબ ડિપ્રેશનમાં છે ઉપરાંત છોડવડી જૂથ સેવા સહકારી મંડળીના 53 ખેડૂત સભાસદોના બેન્ક એકાઉન્ટ હોલ્ડ ફ્રીજ કરવામાં આવ્યા હતા અને બેંકના જિલ્લાના અધિકારીઓ તેમજ ખેડૂતો સભાસદોને પૂછ્યા વગર મંજૂરી વગર પાછા એકાઉન્ટ ચાલુ કરી દેવામાં આવ્યા છે ખેડૂત સભાસદો ને અન્યાય અને છેતરપિંડી કરીને કરોડો રૂપિયાની ઉચાપતના રૂપિયા ક્યારે મળશે ખેડૂતો ચિંતામાં છે જેને લઇને ખેડૂતો દ્વારા ભેસાણ મામલતદાર થ્રો મુખ્યમંત્રીને કરોડોની ઉચાપતની ઊંડાણપૂર્વક ન્યાયિક જાજ કરવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેથી કરીને ખેડૂતોના પૈસાએ લીલાલેર કરતા આરોપીઓની મિલકતો જપ્ત કરીને ખેડૂતોના પૈસાની ભરપાઈ કરવામાં આવે અને મંત્રી અને પ્રમુખને કડક સજા કરવામાં આવે
મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ
More Stories
જૂનાગઢ માં બે મોટર સાયકલ અને આઠ મોબાઇલ ફોન ચોરી કરનાર આરોપીને જુનાગઢ પોલીસે પકડી પાડીયો
નેત્રંગના ગાલીબા ખાતે ૧૬મી ના રોજ સેવાસેતુ કાર્યક્મ યોજાશે.
જૂનાગઢ ની કેશોદ ફેમિલી કોર્ટની 300 દિવસની સજા વોરન્ટ ની આરોપીને બજવણી કરી ધરપકડ કરી જેલમાં ધકેલથી જૂનાગઢ ની માળીયાહાટીના પોલીસ