* પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથધરી
* ઇજાગ્રસ્તોને સારવાર અથઁ ખસેડાયા,ઇક્કો ગાડીના કાચ તોડી ભારે નુકસાન
તા.૧૦-૦૯-૨૦૨૪ નેત્રંગ.
નેત્રંગ તાલુકામાં શ્રી ગણેશની શાંતિપુણઁ માહોલમાં વિસજઁન યાત્રા ચાલી રહી હતી.જે દરમ્યાન નેત્રંગ તાલુકા મથકના કોસ્યાકોલા વિસ્તારમા રહેતા વનરાજસિંહ રાજ ભાઠાકંપની ફળીયામાં પોતાની મોટરસાયકલ લઇને ગયો હતો.ત્યાં મોટરસાયકલમાં પેટ્રોલ પુણઁ થતાં મનિષ સુરેશભાઈ વસાવાની દુકાનેથી ૫૦૦ મીલી લીટર પેટ્રોલ લઇને મોટરસાયકલમાં ભરાવી લીધા બાદ પેટ્રોલના રૂપિયા આપવા બાબત બોલાચાલી થઈ હતી.જેમાં વનરાજસિંહ રાજે અભદ્ર ભાષાનો પ્રયોગ કરીને જાતિવિષયક ગાળો આપીને નિકળી ગયો હતો.ત્યારબાદ થોડા સમય પછી વનરાજસિંહ રાજ ઇક્કો ગાડીમાં કલ્પેશ વસાવા,દીપ વસાવા,સુનિલ વસાવા,પ્રધુમ વસાવા અને આશિષ વસાવા સાથે ભાઠા કંપની આવીને મનિષ વસાવાને ઢીકાપાટુનો માર મારી ટાટીયા ભાંગી નાખવાની ધમકી આપી હતી,અને વનરાજસિંહ રાજે હાથમાં પહેરેલ કડુ મનિષ વસાવાને માથાના ભાગે મારતા ગંભીર ઇજાના પગલે નેત્રંગ તાલુકા મથકે આવેલ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અથઁ ખસેડવામાં આવ્યો હતો.આ બાબતે ઇજાગ્રસ્ત મનિષ વસાવાએ નેત્રંગ પો.સ્ટેશનમાં એટ્રોસીટી એકટ સહિતની કલમો સાથે ફરીયાદ આપી હતી.
જ્યારે બીજી બાજુએ વનરાજસિંહ રાજે મનિષ સુરેશભાઈ વસાવા,સંદીપ વસાવા,સહદેવ વસાવા,રમેશ વસાવા અને તેના મિત્રો કલ્પેશ વસાવા,દીપ વસાવા,સુનિલ વસાવા,પ્રધુમ વસાવા,આશિષ વસાવાને ઢીકાપાટુનો માર મારી ઇક્કો ગાડી નંબર જીજે-૧૬ ડીપી-૦૫૬૨ના ચારેય તરફના કાચતોડી નાખીને ભારે નુકસાન કયૉની હોવાની ફરીયાદ કરી હતી.
ઉલ્લેખનીય છે કે,નેત્રંગ પો.સ્ટેશનના પીઆઇ આર.સી વસાવાએ ઘટનાની ગંભીરતા જાણી બંને ટોળકી વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથધરી હતી.
*વિજય વસાવા નેત્રંગ*
More Stories
અમરેલી ટાઉનમાંથી પોલીસ નહી હોવા છતા પોલીસનો યુનિફોર્મ પહેરી ફરતા નકલી પોલીસ એવા આરોપી ઉમેશ રાહુલભાઇ વસાવાને બાતમી આધારે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.
જૂનાગઢની વિનય ઈન્ડસ્ટ્રીઝ દ્વારા કર્મચારીઓ અને કામદારો માટે મેડિકલ કેમ્પ યોજાયો સો જેટલા દર્દીઓએ સારવાર લીધો
નેત્રંગ તાલુકામા રેતમાફીયો-ભુમા ફીયોની રોયલ્ટી પાસ વગરની રેતી,માટી,કપચી ભરી જતી પાંચ ટ્રકો મામલતદારે ઝડપી પાડી.