નેત્રંગ. તા.૧૮-૦૯-૨૪
નેત્રંગ નગરના ભાઠા કંપની વિસ્તારમાં અમરાવતી નદીના સામે કિનારે આવેલ આદિવાસી સ્મશાન ગૃહમાં જવા માટે નદી પર કોઈ જાતનુ નાળુ નહી હોવાથી ડાધુઓએ નદીના પાણીમાં જીવના જોખમે સ્મશાન યાત્રા લઈને જવુ પડે છે. જેને લઈને તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
નેત્રંગ નગરમા ત્રણ સ્મશાન આવેલ છે, શ્રીજી ફળીયા વિસ્તારમા રેલ્વે બ્રીજ પાસે બે સ્મશાન આવેલ છે.જ્યારે ત્રીજુ સ્મશાન ભાઠા કંપની વિસ્તારમા અમરાવતી નદીના સામે કિનારે આવેલ છે,
આ સ્મશાન ગૃહમા ભાઠા કંપની, નવીવસાહત,કોસ્યાકોલા,લાલમંટોડી, ફોકડીગામ ,વડપાનગામ વિસ્તારના આદિવાસી સમાજ ના લોકો પોતાના સ્વજનોના અંતિમ સંસ્કાર કરે છે,નદીને કિનારે સ્મશાન હોવાથી ત્યાં જવા માટે કોઈ રસ્તો નથી જયા જવા માટે લાલમંટોડી અને કોસ્યાકોલાના રહીશોને એક ખેતરમાં થઈ ને કોતર વળોટીને જવું પડે છે.
જેથી ચોમાસાના સમયમાં તો ભારે રહીશોને ભારે હાલાકી વેઠવી પડે છે.
જ્યારે ભાઠા કંપની ફળીયા સહિત અન્ય વિસ્તારના લોકોએ નદીમાં થઈને જ જવું પડે છે. તા.૧૬મી ના રોજ ફોકડી ગામની ગજરાબેન ચામડીયાભાઈ વસાવાનુ મોત થતા અંતિમ સંસ્કાર માટે સ્મશાન યાત્રા નદીના પાણીમાં થઈ ને લઇ જવી પડી હતી, તેમજ લાકડા અને અન્ય સામાન ટ્રેક્ટરમાં કે અન્ય વાહનમાં ત્રણ થી ચાર કિ.મી ફરીને લઈ જવાયા હતા,જેથી આ વિસ્તારના લોકો દ્રારા નદી પર બિજ અથવા નાળું તેમજ ભાઠા કંપની થી સ્મશાન સુધી જવા માટે બંન્ને તરફ પાકો રોડ રસ્તો બનાવવાની માંગ કરાઇ છે.
*** ૨૦૨૨ના વર્ષ મા તંત્ર થકી સ્થળ ચકાસણી તેમજ કાગળો કરી જેતે વિભાગ ઉપલી કચેરીએ રિપોર્ટ કરવા સિવાઈ અન્ય કોઇ પણ જાતની નક્કર કાર્યવાહી આજ દીન સુધી થઇ નથી.
*વિજય વસાવા નેત્રંગ*
More Stories
જૂનાગઢ માં e-FIR એપ્લીકેશનથી રજી.થયેલ મોબાઇલ ચોરીના ગુન્હાના આરોપીને પકડી પાડતિ એ.ડીવીઝન પોલીસ
* નેત્રંગના રાજાકુવા ગામની સીમમાં દીપડાના હુમલાથી ૧૦ વષીઁય દીકરીનું કરૂણ મોત * માસુમ દીકરી બકરા ચરાવવા ગઇ ત્યારે દીપડાએ હુમલો કરતાં ચકચાર * વનવિભાગે દીપડાને પકડવા પાંજરૂ ગોઠવ્યું
સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ——- રાષ્ટ્રીય એકતા દિવસ,૨૦૨૪ -SOU ખાતે નવું નજરાણું: સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્થિત નર્મદા ઘાટ,સર્કિટ હાઉસ, એકતા મોલ, એડમીન બિલ્ડીંગ સહિત સમગ્ર પ્રવાસન સ્થળોએ રંગબેરંગી લાઇટિંગથી ચારે બાજુ રોશની