November 20, 2024

ચિરાગભાઈ દેવાણીની રૂ. ૧૦,૦૦૦/- ની કિંમતની સાડી ખોવાતા  કેમેરાની મદદ થી જૂનાગઢ પોલીસે ગણતરીની ક્લાકોમાં શોધી આપી

Share to

જૂનાગઢ રેન્જના આઈજી શ્રી નિલેશ જાજડીયા સાહેબ* તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા સાહેબ* દ્વારા જૂનાગઢ જીલ્લાના તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરી મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદ માટે આવતા લોકોને શક્ય તે મદદ કરી, પોલીસ પ્રજાનો મિત્ર છે,* એ સૂત્રને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરવા ખાસ સૂચના કરવામાં આવેલ છે._

અરજદાર ચીરાગભાઇ ભગવાનજીભાઇ દેવાણી જૂનાગઢના વતની હોય, અને માંગનાથ રોડ પર જ્યોતિ ફેશન નામનો સાડીનો શો-રૂમ ચલાવતા હોય. ચીરાગભાઇના સ્ટાફ દ્વારા રૂ. ૧૦,૦૦૦ની કિંમતની સાડી ભુલથી બીજા ગ્રાહકને અપાઇ ગયેલ હોય. ચીરાગભાઇ દ્વારા સ્ટાફ સાથે વાતચીત કરતા જાણવા મળેલ કે સાડી લેવા આવનાર બંને ગ્રાહકના નામ સરખા હોવાના કારણે ભુલથી રૂ. ૧૦,૦૦૦ની કિંમતની સાડી બીજા ગ્રાહકને અપાઇ ગયેલ હોય* ચીરાગભાઇ દ્વારા તે ગ્રાહકનો સંપર્ક કરવામાં આવેલ પરંતુ સાડી પાછી મળી આવેલ નહિં. ગ્રાહક પાસેથી સાડી કેવી રીતે પરત મેળવવી?? સાડી પરત ના મળતા ચીરાગભાઇનું ૧૦,૦૦૦નું નુકશાન થઇ શકે તેમ હોય જે બાબતથી તેઓ ખૂબ વ્યથીત થઇ ગયેલ હતા આ બાબતની જાણ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર)ના પી.એસ.આઇ. પી.એચ.મશરૂને કરતા નેત્રમ શાખા પોલીસ સ્ટાફ દ્રારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ._

જૂનાગઢ હેડ ક્વા. ડી.વાય.એસ.પી શ્રી એ.એસ.પટણી સાહેબના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) ના પી.એસ.આઇ પી.એચ.મશરૂ, હેડ.કોન્સ. રામશીભાઇ ડોડીયા, પો.કોન્સ. સુખદેવભાઇ કામળીયા, ગિરીશભાઇ કલસારીયા, એન્જીનીયર નિતલબેન મહેતા સહીતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી ચીરાગભાઇ દેવાણીનો સાડીનો શો-રૂમ જે સ્થળે હોય તે સ્થળના વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV કેમેરા તથા લોકલ ફૂટેજની મદદથી જે વ્યક્તીને ભુલથી કિં. રૂ. ૧૦,૦૦૦ ની સાડી અપાઇ ગયેલ હોય તે વ્યક્તિની ઓળખ કરી તે વ્યક્તિનો આગળનો સમગ્ર રૂટ ચેક કરતા તે વ્યક્તિ રજી નં. GJ-11-NN-4360 બાઇક લઇને આવેલ હોય તેવું શોધેલ.*_

જૂનાગઢ નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા તે વ્યક્તિનો સંપર્ક કરી પૂછપરછ કરતા તે સાડી તેમની પાસે હોવાનું જણાવેલ. આમ જૂનાગઢ નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા ચીરાગભાઇ દેવાણીના શો-રૂમની કિં. રૂ. ૧૦,૦૦૦ની સાડી અજાણ્યા વ્યક્તિ પાસેથી મેળવી સહિ સલામત પરત અપાવવા માટે કરેલ તાત્કાલિક અને સવેંદનપૂણૅ કાર્યવાહીથી પ્રભાવિત થઈને ચીરાગભાઇ દેવાણીએ જણાવેલ કે તેમને આ સાડી ગ્રાહક પાસેથી પરત મળે તેવી આશા પણ ના હતી, અને આટલી ઝડપથી આ સાડી પોલીસે શોધી આપતા તેમણે જૂનાગઢ પોલીસનો ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો….*_

જૂનાગઢ જીલ્લા પોલીસ વડા શ્રી હર્ષદ મહેતા સાહેબ દ્વારા સંવેદના પૂર્ણ કાર્યવાહી કરવા બદલ જીલ્લા નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) પોલીસ ટીમને અભિનંદન આપેલ હતા. આમ,નેત્રમ શાખાના પોલીસ સ્ટાફ દ્વારા ચીરાગભાઇ દેવાણીના શો-રૂમની રૂ. ૧૦,૦૦૦/- ની કિંમતની સાડી ગણતરીના ક્લાકોમાં શોધી પરત અપાવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્રને સાર્થક કરવામાં આવેલ છે..

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed