September 4, 2024

જૂનાગઢ માં આવેલ ધુણેશ્વર મહાદેવ મંદિરની દાનપેટીમાંથી ચોરી કરનાર આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડતી જુનાગઢ પોલીસ

Share to

જૂનાગઢ એ ડીવીઝન પો.સ્ટે. વિસ્તારમાં આવેલ દોલતપરા વિસ્તારમાં આવેલ પૃણેશ્વર મહાદેવના મંદિર રાત્રી દરમ્યાન કોઇ અજાણ્યા ચોર ઇસમએ તા.૩૧/૦૮/૨૦૨૪ ના કલાક ૦૬/૦૦ પહેલા કોઇ પણ સમયે મંદિરના પટાંગણ રાખેલ દાનપેટીની ચોરી કર્યા અંગે બનાવ બનેલ. જે ચોરી બાબતે જૂનાગઢ એ ડીવીઝન પો.સ્ટે.માં ગુન્હો રજી. થયેલ હોય.

ઉપરોકત બનેલ ગુન્હો અનડીટેકટ હોય જે ગુન્હાને તાત્કાલીક ડીટેકટ કરવા તથા ચોરીમાં ગયેલ સંપૂર્ણ મુદામાલ રીકવર કરવા જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલેશ જાજાડીયા સાહેબની સુચના તથા પોલીસ અધિક્ષક શ્રી હર્ષદ મહેતા સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ ઉપરોકત બનાવમાં સંડોવાયેલ આરોપીને તાત્કાલીક પકડી પાડવા સખત સુચના કરવામાં આવેલ. જે અન્વયે કાઇમ બ્રાન્ચ જૂનાગઢના પો.ઇન્સ. શ્રી જે.જે.પટેલ તથા ક્રાઇમ બ્રાન્ચના પો.સ્ટાફના માણસો તાત્કાલીક એકશનમાં આવી બનાવ સ્થળની વીજીટ લઇ ટેકનીકલ સોર્સ તથા હ્યુમન ઇન્ટેલીજન્સ આધારે ઉપરોકત બનાવમાં સંડોવાયેલ અજાણ્યા ઇસમને શોધી કાઢવા પ્રયત્નશીલ હોય જે દરમ્યાન પો.ઇન્સ.શ્રી જે.જે.પટેલ સાહેબ તથા એ.એસ.આઇ. વિક્રમભાઈ ચાવડા તથા પેરોલ ફર્લો સ્કવોડના પો.હેડ કોન્સ. જયદિપભાઈ કનેરીયા, પો.કોન્સ, સાહિલ સમ” સંયુકતમાં ખાનગી બાતમીદારો મારફતે હકિકત મળેલ કે, એક ઇસમ કે જે સીદી બાદશાહ જેવો દેખાઇ છે અને તેણે શરી જેવું ગ્રે કલરનું ટી શર્ટ તથા કાળા કલરનું પેન્ટ પહેરેલ છે. જે ઇસમ હાલ જુનાગઢ જી.આઇ.ડી.સી. વિસ્તારમાં આંટા ફેરા કરે તેના હાથમાં એક કબુતરી કલરની દાનપેટી જેવી પેટી છે અને આ પેટી તેણે યોરીથી મેળવેલ હોવાનું જણાઇ આવે છે. તેવી હકિકત મળતા પો.ઇન્સ સા.શ્રીએ તાત્કાલીક હકિકતવાળી જગ્યાએ હકિકત અંગે ખરાઈ કરવા સૂચના કરતા તુરત જ ઉ હકિકત અંગે ખરાઇ કરતા ઉપરોક્ત હકિકત વર્ણન વાળો ઇસમ જી.આઇ.ડી.સી.ના પાછળના ભાગે આવેલ સોસાયટી વિસ્ત મળી આવતા જેમનો તેમ પકડી તેની પાસેની દાન પેટી બાબતે પુછતા કોઇ સંતોષકારક જવાબ આપતો ન હોય અને તલ્લા કરતો હોય જેથી મજકુર ઇસમને ક્રાઇમ બ્રાન્ચ ઓફિસએ લાવી પુછપરછ કરતા ઉપરોકત મંદિર ચોરી કર્યા કબુલાત આપતા મજકુર ઇસમ પાસેની દાનપેટીમાંથી ભારતીય ચલણની નોટો તથા સિક્કા મળી રોકડ રૂ.૨૬૯૪/ દાનપેટી કિ.રૂ.૦૦/- મળી આવતા બી.એન એસ.એસ. કલમ ૧૦૬ મુજબ શકપડતી મિલ્કત તરીકે કબ્જે કરી મજકુર બી.એન.એસ.એસ. ની કલમ ૩૫(૧)(ઇ) મુજબ ધોરણસર અટક કરી આગળની કાર્યવાહી અર્થે જૂનગઢ એ ડીવીઝન । સોંપવામાં આવેલ છે.

અટક કરેલ આરોપી:-ઉમર ઉર્ફે અબુ બાદશાહ સ/ઓ કાસમભાઇ ઉમરબક્ષુ પટણી, સીદી બાદશાહ, ઉવ. ૩૮ ધંધો, મજુરી રહે. વિધ્યામંદિર સ્કુલની સામેની ગલી, સાદાત હવેલીની સામે, જુનાગઢ

આ કામગીરીમાં કાઇમ બ્રાન્ચ જુનાગઢના પો.ઇન્સ.શ્રી જે.જે.પટેલ તથા એ.એસ.આઇ. વિક્રમભાઇ ચાવડા, તથા પેરોલલોકલ કાઈમ બ્રાન્ચજૂનાગઢ
કલી સ્કવોડના પો.હેડ કોન્સ. જયદિપભાઈ કનેરીયા, પો.કોન્સ. સાહિલ સમા તથા પો.કોન્સ વરજાંગભાઇ બોરીયા વિગેરે પો.સ્ટાફના માણસોએ સાથે રહિ કામગીરી કરવામાં આવેલ

મહેશ કથિરીયા
બ્યુરો ચીફ જૂનાગઢ
દૂરદર્શી ન્યુઝ


Share to

You may have missed